Book Title: Padarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 297
________________ 280 કમપ્રકૃતિ નિધત્તિકરણનકાચનાકરણના મૂળગાથા-શબ્દાર્થ કર્મપ્રકૃતિ ') નિધત્તિકરણ-નિકાચનાકરણ, મૂળગાથા-શબ્દાર્થ देसोवसमणतुल्ला, होइ निहत्ती निकायणा नवरं / संकमणं पि निहत्तीइ, नत्थि सेसाणि वियरस्स // 1 // નિધત્તિકરણ અને નિકાચનાકરણ દેશોપશમનાની સમાન છે, પણ નિધત્તિકરણમાં ઉદીરણાકરણ વગેરે અને સંક્રમકરણ પણ થતા નથી, ઉદ્વર્તનાકરણ-અપવર્તનાકરણ થાય છે તથા નિકાચનાકરણમાં શેષકરણો (ઉદ્ધર્તનાકરણ-અપવર્તનાકરણ) પણ થતા નથી. (1) गुणसेढिपएसग्गं, थोवं पत्तेगसो असंखगुणं / उवसमणाइसु तीसु वि, संकमणेहाप्पवत्ते य // 2 // ગુણશ્રેણિના પ્રદેશો અલ્પ છે. ઉપશમના વગેરે ત્રણમાં (દશોપશમના, નિધત્તિકરણ, નિકાચનાકરણમાં) અને યથાપ્રવૃત્તસંક્રમમાં દરેકમાં અસંખ્યગુણ પ્રદેશો છે. (2) थोवा कसायउदया, ठिइबंधोदीरणा य संकमणे / उवसामणाइसु अज्झवसाया, कमसो असंखगुणा // 3 // સ્થિતિબંધના અધ્યવસાયસ્થાનો અલ્પ છે. ઉદીરણાકરણ, સંક્રમકરણ અને ઉપશમનાકરણ વગેરે ત્રણ (ઉપશમનાકરણ, નિધત્તિકરણ, નિકાચનાકરણ)ના અધ્યવસાયો ક્રમશ: અસંખ્યગુણ છે. (3) કર્મપ્રકૃતિના નિધત્તિકરણ-નિકાચનાકરણના મૂળગાથા-શબ્દાર્થ સમાપ્ત આ સંપૂર્ણ ગ્રન્થમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડું દઉં છું.

Loading...

Page Navigation
1 ... 295 296 297 298