________________ કમપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ દેશકરણોપશમના ચાર પ્રકારની છે - પ્રકૃતિદેશોપશમના, સ્થિતિદેશોપશમના, રસદેશોપશમના, પ્રદેશદેશોપશમના. તે દરેક મૂળપ્રકૃતિદેશોપશમના અને ઉત્તરપ્રકૃતિદેશોપશમના એમ બે ભેદવાળી છે. દેશોપશમનાથી ઉપશાંત થયેલા દલિકોનું સ્વરૂપ આવે છે. (66) उव्वट्टणओवट्टण-संकमणाइं च नन्नकरणाइं / पगइतया समईऊं, पहू नियट्टिमि वस॒तो // 67 // દેશોપશમનાથી ઉપશાંત દલિકોમાં ઉદ્વર્તનાકરણ, અપવર્તનાકરણ અને સંક્રમકરણ પ્રવર્તે છે, અન્ય કરણો પ્રવર્તતા નથી. અપૂર્વકરણ ગુણઠાણા સુધીના જીવો મૂળપ્રકૃતિઓ અને ઉત્તરપ્રકૃતિઓને દેશોપશમનાથી ઉપશાંત કરવા સમર્થ છે. (67) दंसणमोहाणंताणुबंधिणं, सगनियट्टिओ णुप्पिं / जा उवसमे चऊद्धा, मूलुत्तरणाइसंताओ // 68 // દર્શનમોહનીય અને અનંતાનુબંધી ની દેશોપશમના પોતપોતાના અપૂર્વકરણ સુધી થાય છે, તેની ઉપર થતી નથી. જે મૂળપ્રકૃતિઓ અને ઉત્તરપ્રકૃતિઓ અનાદિ સત્તાવાળી છે તેમની દેશોપશમના ચાર પ્રકારની (સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. (68). चउरादिजुया वीसा, एक्कवीसा य मोहठाणाणि / संकमनियट्टिपाउग्गाई, सजसाई नामस्स // 69 // 4 વગેરેથી યુક્ત એવા 20 (24, 25, 26, 27, 28) અને 21 એ મોહનીયના પ્રકૃતિદેશોપશમનાસ્થાનો છે. નામના યશ સહિતના પ્રકૃતિસંક્રમસ્થાનો અપૂર્વકરણ પ્રાયોગ્ય (દશોપશમના પ્રાયોગ્ય) પ્રકૃતિસ્થાનો છે. (69)