________________ 276 કર્મપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ वेइज्जंतीणेवं इयरासिं, आलिगाइ बाहिरओ / न हि संकमाणुपुव्वी, छावलिगोदीरणा णुप्पि // 59 // ઉદયવાળી પ્રકૃતિઓનો દલિકનિક્ષેપ આ રીતે થાય છે. ઉદય વિનાની પ્રકૃતિઓનો દલિકનિક્ષેપ આવલિકાની બહારથી થાય છે. આનુપૂર્વીસંક્રમ થતો નથી. બંધાયેલા કર્મોની ઉદીરણા છ આવલિકા પછી નથી થતી, બંધાવલિકા પછી થાય છે. (59) वेइज्जमाणसंजलणद्धा, अहिगा उ मोहगुणसेढी / तुल्ला य जयारूढो, अतो य सेसेहि तुल्लत्ति // 60 // મોહનીયકર્મની ગુણશ્રેણિ ઉદયવાળા સંજવલન કષાયના કાળથી અધિક કાળવાળી હોય છે અને ચઢતી વખતની ગુણશ્રેણિની તુલ્ય હોય છે. જે સંજવલન કષાયના ઉદયે ઉપશમશ્રેણિ માંડી હોય પડતી વખતે તેનો ઉદય થતા તેની ગુણશ્રેણિ શેષકર્મોની ગુણશ્રેણિની સમાન થાય છે. (60) खवगुवसामगपडिवय-माणदुगुणो य तहिं तहिं बंधो अणुभागोऽणंतगुणो, असुभाण सुभाण विवरीओ // 61 // ક્ષપક, ઉપશમક અને ઉપશમશ્રેણિથી પડનારાને તે તે સ્થાને સ્થિતિબંધ ક્રમશઃ બમણો થાય છે, અશુભ પ્રકૃતિઓનો રસબંધ ક્રમશ: અનંતગુણ થાય છે અને શુભપ્રકૃતિઓનો રસબંધ ક્રમશ: વિપરીત (અનંતગુણહીન) થાય છે. (61) किच्चा पमत्ततदियरठाणे, परिवत्ति बहुसहस्साणि / हिछिल्लणंतरदुगं, आसाणं वा वि गच्छेज्जा // 62 // પ્રમત્ત યત ગુણઠાણે અને અપ્રમત્તસંયત ગુણઠાણે ઘણા હજારો વાર પરાવૃત્તિ કરીને કોઈ જીવ નીચેના બે ગુણઠાણે (દશવિરતિ