________________ 2 74 કર્મપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ પ્રથમ સમયની કિક્રિઓનો રસ ઉત્તરોત્તર અનંતગુણ છે. સંજવલન કષાયોન સ્થિતિબંધ 4 માસનો થયા પછી નવો નવો સ્થિતિબંધ સંખ્યાતભાગવ્ન થાય છે. કિટ્ટિકરણાદ્ધાના પહેલા સમયે મોહનીયની સ્થિતિબંધ દિવસ પૃથકૃત્વ પ્રમાણ થાય છે. (51) भिन्नमुहुत्तो संखिज्जेसु य, घाईण दिणपुहुत्तं तु / वाससहस्सपुहुत्तं, अंतोदिवसस्स अंते सिं // 52 // वाससहस्सपुहुत्ता, बिवरिसअंतो अघाइकम्माणं / लोभस्स अणुवसंतं, किट्टीओ जं च पुव्वुत्तं // 53 // | કિષ્ટિકરણોદ્ધાના સંખ્યાતા ભાગી ગયા પછી સંજવલન લોભનો સ્થિતિબંધ અંતર્મુહૂર્તપ્રમાણ થાય છે, ઘાતી કર્મોનો સ્થિતિબંધ દિવસ પૃથકત્વ પ્રમાણ થાય છે અને નામ-ગોત્ર-વેદનીયની સ્થિતિબંધ ઘણા હજારો વર્ષ પ્રમાણ થાય છે. કિટ્ટિકરણાદ્ધાને અંતે સંજવલન લોભનો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે, ઘાતી કર્મોનો સ્થિતિબંધ અહોરાત્રથી ન્યૂન થાય છે, અઘાતી કર્મોનો સ્થિતિબંધ ઘણા હજારો વર્ષથી ઘટતો ઘટતો 2 વર્ષથી ન્યૂન થાય છે. ત્યારે સંજવલન લોભની કિઠ્ઠિઓ અને પૂર્વે કહેલ દલિક (પ્રથમસ્થિતિના 1 આવલિકાના દલિકો અને બીજી સ્થિતિના સમય ન્યૂન 2 આવલિકામાં બંધાયેલા દલિકો) અનુપશાંત છે. (52, 53) सेसद्धं तणुरागो, तावइया किट्टिओ य पढमठिई / वज्जिय असंखभागं, हेढुवरिमुदीरए सेसा // 54 // શેષ 1 ભાગ સૂક્ષ્મ રાગવાળો હોય છે. સૂક્ષ્મસંપરાય ગુણઠાણાના કાળ જેટલી કિષ્ટિઓની પ્રથમ સ્થિતિ કરે છે. પહેલા સમયે નીચે અને ઉપર અસંખ્યાતમા ભાગ પ્રમાણ કિઠ્ઠિઓ છોડી શેષ કિઠ્ઠિઓની ઉદીરણા કરે છે. (54)