________________ કર્મપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ 273 રહે છે. સમય ન્યૂન ર આવલિકામાં બંધાયેલા દલિકોને પણ તેટલા કાળમાં ઉપશમાવે છે. (47) तिविहमवेओ कोहं, कमेण सेसेवि तिविहतिविहे य / पुरिससमा संजलणा, पढमठिई आलिगा अहिगा // 48 // અવેદી જીવ ત્રણ પ્રકારના ક્રોધને ઉપશમાવે છે. શેષ ત્રણત્રણ પ્રકારના કષાયોને પણ ક્રમે કરીને ઉપશમાવે છે. સંજવલનની ઉપશમના પુરુષવેદની જેમ થાય છે. પુરુષવેદની અપેક્ષાએ સંજવલન કષાયોની પ્રથમસ્થિતિમાં ન આવલિકા અધિક હોય છે. (48). लोभस्स बेतिभागा, बिइयतिभागोऽत्थ किट्टिकरणद्धा / एगप्फड्डगवग्गण-अणंतभागो उ ता हेट्ठा // 49 // લોભવેદકાળના 3 ભાગ જેટલી લોભની પ્રથમસ્થિતિ કરે છે. એમાં બીજો ભાગ કિટ્ટિકરણોદ્ધા છે. પ્રથમ સમયે એક રસસ્પર્ધકની વર્ગણાઓના અનંતમા ભાગ જેટલી કિઠ્ઠિઓ કરે છે. તેમનો રસ જઘન્ય રસસ્પર્ધકની પણ નીચે હોય છે. (49) अणुसमयं सेढीए, असंखगुणहाणि जा अपुव्वाओ / तव्विवरीयं दलियं, जहन्नगाई विसेसूणं // 50 // જે નવી કિક્રિઓ કરે છે તે પ્રતિસમય અસંખ્યગુણહાનિની શ્રેણિથી કરે છે. કિષ્ટિઓનું દલિક પ્રતિસમય તેનાથી વિપરીત (એટલે કે અસંખ્યગુણ) હોય છે. જઘન્ય કિટ્ટિથી માંડીને દરેક કિષ્ટિમાં દલિકો વિશેષજૂન છે. (50) अणुभागोऽयंतगुणो, चाउम्पासाइ संखभागूणो / मोहे दिवसपुहुत्तं, किट्टीकरणाइसमयम्मि // 51 //