________________ કર્મપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ 271 ત્યાર પછી અસંખ્યસમયબદ્ધ કર્મોની ઉદીરણા થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધો પસાર થયા પછી દાનાંતરાય અને મન:પર્યવજ્ઞાનાવરણનો દેશઘાતી રસ બંધાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધો પસાર થયા પછી અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ અને લાભાંતરાયનો દેશઘાતી રસ બંધાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધો પસાર થયા પછી શ્રુતજ્ઞાનાવરણ, ભોગાંતરાય અને અચક્ષુદર્શનાવરણનો દેશઘાતી રસ બંધાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધો પસાર થયા પછી ચક્ષુદર્શનાવરણનો દેશઘાતી રસ બંધાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધો પસાર થયા પછી મતિજ્ઞાનાવરણ અને પરિભોગાંતરાયનો દેશઘાતી રસ બંધાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધો પસાર થયા પછી વીર્યંતરાયનો દેશઘાતી રસ બંધાય છે. જેમણે શ્રેણિ નથી માંડી એવા જીવો આ પ્રકૃતિઓનો સર્વઘાતી રસ બાંધે છે. (40, 41) संजमघाईणंतरमेत्थ उ, पढमट्टिई य अन्नयरे / संजलणावेयाणं, वेइज्जंतीण कालसमा // 42 // ત્યાર પછી હજારો સ્થિતિબંધો પસાર થયા પછી ચારિત્રમોહનીય પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે. એમાં ચાર સંજવલન કષાય અને ત્રણ વેદમાંથી જેનો ઉદય હોય તેની પ્રથમસ્થિતિ પોતાના ઉદયકાળ તુલ્ય કરે છે. (42). दुसमयकयंतरे आलिगाण, छण्हं उदीरणाभिनवे / ખોદે પટ્ટા, વંધુરા સંઘવી સાળિ ઝરૂા. संखगुणहाणिबंधो, एत्तो सेसाणऽसंखगुणहाणी / पउवसमए नपुंसं, असंखगुणणाइ जावंतो // 44 //