________________ 2 70 કર્મપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ નામ-ગોત્રનો, જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-અંતરાયનો અને મોહનીયની સ્થિતિબંધ 1 પલ્યોપમ, 1 પલ્યોપમ અને 2 પલ્યોપમ થાય ત્યાં સુધી પૂર્વના ક્રમે જ હાનિ અને અલ્પબદુત્વ થાય. જેનો સ્થિતિબંધ પલ્યોપમ પ્રમાણ થાય ત્યારથી તેનો સ્થિતિબંધ સંખ્યાતગુણહાનિથી થાય. મોહનીયનો સ્થિતિબંધ પલ્યોપમ પ્રમાણ થાય ત્યાં સુધી તેનો નવો નવો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ હીન પ્રમાણ થાય છે. ત્યાર પછી મોહનીય સિવાયની પ્રકૃતિ (નામ-ગોત્ર)ની સ્થિતિબંધ અસંખ્યગુણહીન કરે છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધો વીત્યા પછી મોહનીયન સ્થિતિબંધ એકસાથે જ્ઞાનાવરણાદિના સ્થિતિબંધની નીચે થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધો વીત્યા પછી મોહનીયનો સ્થિતિબંધ નામ-ગોત્રના સ્થિતિબંધની નીચે થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધો વીત્યા પછી ત્રીજા (વેદનીય) કર્મનો સ્થિતિબંધ જ્ઞાનાવરણાદિ કર્મોના સ્થિતિબંધની ઉપર થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધો વીત્યા પછી નામ-ગોત્રની સ્થિતિબંધ જ્ઞાનાવરણાદિના સ્થિતિબંધની ઉપર થાય છે. મોહનીયની સ્થિતિબંધ જ્ઞાનાવરણાદિના સ્થિતિબંધ કરતા અસંખ્યગુણહીન થયા પછી સર્વત્ર અસંખ્યગુણહીનના ક્રમે સ્થિતિબંધ થાય છે. ત્રીજા (વેદનીય) કર્મનો સ્થિતિબંધ નામ-ગોત્રના સ્થિતિબંધ કરતા વિશેષાધિકના ક્રમે થાય છે. (37, 38, 39) अहुदीरणा असंखेज्ज-समयबद्धाण देसघाइऽत्थ / दाणंतरायमणपज्जवं च, तो ओहिदुगलाभो // 40 // सुयभोगाचक्खूओ, चक्खू य ततो मई सपरिभोगा / विरियं च असेढिगया, बंधंति उ सव्वघाईणि // 41 //