________________ 268 કર્મપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ परिणामपच्चयाओ-ऽणाभोगगया गया अकरणा उ / गुणसेढी सिं निच्चं, परिणामा हाणिवुड्डिजुया // 30 // અનાભોગથી પરિણામનો હ્રાસ થવાથી દેશવિરતિ કે સર્વવિરતિથી ભ્રષ્ટ થયેલા જીવો કરણ કર્યા વિના ફરી દેશવિરતિ કે સર્વવિરતિ પામે છે. જ્યાં સુધી દેશવિરતિ કે સર્વવિરતિ રહે છે ત્યાં સુધી સમયે સમયે તેની ગુણશ્રેણિ થાય છે. તે ગુણશ્રેણિ પરિણામની હાનિ અને વૃદ્ધિથી યુક્ત હોય છે. (30) चउगइया पज्जत्ता, तिन्नि वि संयोयणा विजोयंति / करणेहिं तिहिं सहिया, नंतरकरणं उवसमो वा // 31 // ત્રણ કરણોથી સહિત, ચારે ગતિના પર્યાપ્તા અવિરત, દેશવિરત અને સર્વવિરત જીવો અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરે છે. અહીં અંતરકરણ કે ઉપશમ થતો નથી. (31) दसणमोहे वि तहा, कयकरणद्धा य पच्छिमे होइ / जिणकालगो मणुस्सो, पट्ठवगो अट्ठवासुप्पि // 32 // જેમ અનંતાનુબંધીની વિસંયોજના કહી તેમ દર્શનમોહનીયની ક્ષપણા પણ કહેવી. ચરમ સ્થિતિખંડ ઉમેર્યા પછી જીવ કૃતકરણાદ્ધામાં પ્રવેશ કરે છે. 8 વર્ષથી ઉપરની વયનો જિનકાલિક મનુષ્ય દર્શનમોહનીયની ક્ષપણા શરૂ કરે છે. (32) अहवा दंसणमोहं, पुव्वं उवसामइत्तु सामन्ने / पढमठिइमावलियं, करेइ दोण्हं अणुदियाणं // 33 // અથવા સાધુપણામાં પહેલા દર્શનમોહનીયની ઉપશમના કરે છે. ઉદયમાં નહીં આવેલ બે પ્રકૃતિઓ (મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય)ની પ્રથમસ્થિતિ 1 આવલિકા પ્રમાણ કરે છે. (33)