________________ 26 4 કર્મપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ अणुभागकंडगाणं, बहुहिं सहस्सेहिं पूरए एक्कं / ठिइकंडसहस्सेहिं, तेसिं बीयं समाणेतिं // 14 // ઉત્કૃષ્ટથી સાગરોપમપૃથકત્વ પ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિકંડકને ઉકેરે છે. અંતર્મુહૂર્તમાં રસના અનંત ભાગો ખપાવે છે. ઘણા હજારો રસકંડકો વડે એક સ્થિતિખંડ પૂર્ણ થાય છે. હજારો સ્થિતિખંડો વડે અપૂર્વકરણ પૂર્ણ થાય છે. સ્થિતિઘાત અને સ્થિતિબંધ સાથે શરૂ કરે છે અને સાથે પૂર્ણ કરે છે. (13, 14) गुणसेढीनिक्खेवो, समये समये असंखगुणणाए / अद्धादुगाइरित्तो, सेसे सेसे य निक्खेवो // 15 // ગુણશ્રેણિનો નિક્ષેપ ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણના કર્મ થાય છે. તે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળ કરતા અધિક કાળમાં થાય છે. પછી પછીના સમયે શેષ શેષ સમયોમાં નિક્ષેપ થાય છે. (15) अनियट्टिम्मि वि एवं, तुल्ले काले समा तओ नाम / संखिज्जइमे सेसे, भिन्नमुहुत्तं अहो मुच्चा // 16 // किंचूणमुहत्तसमं, ठिइबंधद्धाएँ अंतरं किच्चा / आवलिदुगेक्कसेसे, आगाल उदीरणा समिया // 17 // અનિવૃત્તિકરણમાં પણ સ્થિતિઘાત વગેરે એ જ પ્રમાણે પ્રવર્તે છે. સમાન કાળમાં રહેલા જીવો સમાન વિશુદ્ધિવાળા હોય છે. તેથી તેનું નામ અનિવૃત્તિકરણ છે. અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ બાકી હોય ત્યારે નીચે અંતર્મુહૂર્ત છોડીને એક સ્થિતિબંધના કાળમાં અંતર્મુહૂર્ત પ્રમાણ અંતર કરે છે. બે આવલિકા અને એક