________________ 26 3 કમપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ કરણોમાં જીવ અધ્યવસાયોની અનંતગુણ વિશુદ્ધિથી વધે છે. યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણમાં પરિણામસ્થાનો અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ છે. (9) मंदविसोही पढमस्स, संखभागाहि पढमसमये / उक्स्सं उप्पिमहो, एक्केक्कं दोण्ह जीवाणं // 10 // आचरमाओ सेसुक्कोसं, पुव्वप्पवत्तमिइनामं / बिइयस्स बिइयसमए, जहण्णमवि अणंतरुक्कस्सा // 11 // પહેલા જીવની પહેલા સમયની જઘન્ય વિશુદ્ધિ કરતા સંખ્યામાં ભાગ સુધીના સમયોની જઘન્ય વિશુદ્ધિ ઉત્તરોત્તર અનંતગુણ છે. તેના કરતા બીજા જીવની પહેલા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ છે. ત્યાર પછી ચરમ સમયની જઘન્ય વિશુદ્ધિ સુધી બને જીવોની ઉપર અને નીચે 1-1 સમયની જઘન્ય વિશુદ્ધિ અને ઉત્કૃષ્ટ વિશુદ્ધિ ઉત્તરોત્તર અનંતગુણ છે. ત્યાર પછી શેષ સમયોની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ ઉત્તરોત્તર અનંતગુણ છે. પહેલા કરણનું નામ પૂર્વપ્રવૃત્તકરણ છે. બીજા કરણના બીજા સમયે જઘન્ય વિશુદ્ધિ પહેલા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ કરતા અનંતગુણ છે. (10, 11) निव्वयणमवि ततो से, ठिइरसघायठिइबंधगद्धाओ। गुणसेढी वि य समगं, पढमे समये पवत्तंति // 12 // ત્યાર પછી અપૂર્વકરણનું નિર્વચન (અન્તર્થને અનુસરનારું વચન) કહેવું. પહેલા સમયે એકસાથે સ્થિતિઘાત, રસઘાત, સ્થિતિબંધકાળ અને ગુણશ્રેણિ પ્રવર્તે છે. (12) उयहिपुहत्तुक्कस्सं, इयरं पल्लस्स संखतमभागो / ठिइकंडगमणुभागा-णणंतभागा मुहुत्तंतो // 13 //