________________ સ્થિતિદેશોપશમના ર૫૭ અનાદિ અધ્રુવ | કુલ ભાંગા મૂળપ્રકૃતિ દેશોપશમના સાદિ પ્રકૃતિસ્થાનો ૮૨નું ગોત્ર અંતરાય કુલ પર (2) સ્થિતિદેશોપશમના - તે બે પ્રકારે છે - મૂળપ્રકૃતિવિષયક સ્થિતિદેશોપશમના અને ઉત્તરપ્રકૃતિવિષયક સ્થિતિદેશોપશમના. તે બન્નેના બે-બે પ્રકાર છે - મૂળ પ્રકૃતિવિષયક જઘન્ય સ્થિતિદેશોપશમના અને મૂળપ્રકૃતિવિષયક ઉત્કૃષ્ટ સ્થિતિશોપશમના, ઉત્તરપ્રકૃતિવિષયક જઘન્ય સ્થિતિદેશોપશમના અને ઉત્તરપ્રકૃતિવિષયક ઉત્કૃષ્ટ સ્થિતિદેશોપશમના. - મૂળપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિદેશોપશમનાના સ્વામી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી પ્રમાણે જાણવા. મૂળ પ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિના જઘન્ય સ્થિતિદેશોપશમનાના સ્વામી જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામીની જેમ જાણવા, પણ જઘન્ય સ્થિતિદેશોપશમનાના સ્વામી અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિવાળા એકેન્દ્રિય જાણવા, કેમકે તેમને જ બધા કર્મોની જઘન્ય સ્થિતિસત્તા હોય છે. જે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા અભવ્યપ્રાયોગ્ય નથી તેમાંથી આહારક 7, સમ્યત્વમોહનીય, મિશ્રમોહનીય = 9 ઉલનાયોગ્ય પ્રકૃતિઓનો પલ્યોપમ પ્રમાણ ચરમ સ્થિતિખંડ બાકી અસંખ્ય