________________ મ અસંખ્ય 258 રસદેશોપશમના, પ્રદેશદેશોપશમના હોય ત્યારે એકેન્દ્રિય અને એકેન્દ્રિય સિવાયના જીવો તે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિદેશોપશમના કરે છે. અનંતાનુબંધી 4 અને મિથ્યાત્વમોહનીયની જઘન્ય સ્થિતિસત્તા અનંતાનુબંધી ૪ની વિસંયોજનાના અનિવૃત્તિકરણમાં અને પ્રથમઔપથમિકસમ્યક્ત્વપ્રાપ્તિના અનિવૃત્તિકરણમાં મળે છે, પણ ત્યારે દેશપશમના થતી નથી. તેથી તે પાંચ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિદેશોપશમના અભવ્યયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય જ કરે છે. શેષ ઉલનાયોગ્ય 14 પ્રકૃતિઓ (દેવ , નરક , વૈક્રિય 7, મનુષ્ય 2, ઉચ્ચગોત્ર)નો પુલ પ્રમાણ ચરમ સ્થિતિખંડ બાકી હોય ત્યારે એકેન્દ્રિય જ જઘન્ય સ્થિતિદેશોપશમના કરે છે. શેષ બધી પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિદેશોપશમના ૮માં ગુણઠાણાના ચરમસમયવર્તી જીવો કરે છે. (3) રસદેશોપશમના - ઉત્કૃષ્ટ રસદેશોપશમનાના સ્વામી ઉત્કૃષ્ટ રસસંક્રમના સ્વામીની જેમ જાણવા. અશુભપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસદેશોપશમના મિથ્યાદષ્ટિ કરે છે. શુભપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસદેશોપશમના ૮માં ગુણઠાણાના ચરમસમય સુધી રહેલા સમ્યગ્દષ્ટિ જીવો કરે છે. જિનનામકર્મની જઘન્ય રસદેશોપશમનાના સ્વામી જઘન્ય રસ બાંધીને બંધાવલિકા વીત્યા બાદ પ્રથમસમયવર્તી અવિરત સમ્યગ્દષ્ટિ જીવો છે. શેષ પ્રકૃતિઓની જઘન્ય રસદેશોપશમનાના સ્વામી અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાવાળા એકેન્દ્રિય જીવો (4) પ્રદેશદેશોપશમના - ઉત્કૃષ્ટ પ્રદેશદેશોપશમનાના સ્વામી ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી પ્રમાણે જાણવા, પણ ૮માં