________________ નિધત્તિકરણ, નિકાચનાકરણ 259 ગુણઠાણાના ચરમ સમય સુધીના જીવો જ ઉત્કૃષ્ટ પ્રદેશદેશોપશમના કરે છે. જઘન્ય પ્રદેશદેશોપશમનાના સ્વામી જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી પ્રમાણે જાણવા. ઉપશમનાકરણના તલસ્પર્શી જ્ઞાન માટે જુઓ અમે લખેલ ઉપશમનાકરણ, વિસ્તૃત ગુજરાતી વિવેચન, ભાગ 1 કર્મપ્રકૃતિના ઉપશમનાકરણનો પદાર્થસંગ્રહ સમાપ્ત કર્મપ્રકૃતિ (નિધત્તિકરણ-નિકાચનાકરણ) પદાર્થસંગ્રહ નિધત્તિકરણ :- જે વીર્યવિશેષથી સત્તાગત કર્મદલિકો ઉદ્વર્તનાકરણ અને અપવર્તનાકરણ સિવાયના બધા કરણોને અયોગ્ય બને તે નિધત્તિકરણ કહેવાય છે. નિકાચનાકરણ :- જે વીર્યવિશેષથી સત્તાગત કર્મદલિકો બધા કરણોને અયોગ્ય બને તે નિકાચનાકરણ કહેવાય છે. નિધત્તિકરણ અને નિકાચનાકરણના ભેદ અને સ્વામી દેશોપશમનાના ભેદ અને સ્વામીની જેમ જાણવા. કર્મપ્રકૃતિના નિધત્તિકરણ-નિકાચનાકરણનો પદાર્થસંગ્રહ સમાપ્ત