________________ 2 46 કરણકૃત દેશોપશમના અધિકાર દેવ થાય, કેમકે કોઈપણ આયુષ્ય ન બાંધ્યું હોય અથવા દેવાયુષ્ય બાંધ્યું હોય એવા જીવો જ ઉપશમશ્રેણિ માંડે છે. ૧૧મા ગુણઠાણેથી થતા પ્રતિપાતના વિશેષ વિવેચન માટે જુઓ અમે લખેલ “ઉપશમનાકરણ, વિસ્તૃત ગુજરાતી વિવેચન, ભાગ 1' ઉત્કૃષ્ટથી એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ માંડી શકાય. જે એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ માંડે છે તે જ ભવમાં ક્ષપકશ્રેણિ ન માંડી શકે. જે એક ભવમાં એક વાર ઉપશમશ્રેણિ માંડે છે તે જ ભવમાં ક્ષપકશ્રેણિ માંડી શકે. આ કર્મગ્રન્થનો મત છે. આગમના મતે એક ભવમાં બેમાંથી એક જ શ્રેણિ હોય છે, એક ભવમાં બે શ્રેણિ ન હોય. (9) કરણકૃત દેશોપશમના અધિકાર વિશેષ પ્રકારના અધ્યવસાયથી થોડા કર્મદલિકોને ઉપશમાવવા, બધાને નહીં તે દેશોપશમના છે. દેશોપશમનામાં જીવ યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ વડે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશને ઉપશમાવે છે. દેશોપશમનાથી ઉપશમેલા દલિકોમાં ઉદ્વર્તનાકરણ, અપવર્તનાકરણ અને સંક્રમકરણ પ્રવર્તે છે, શેષ કરણો પ્રવર્તતા નથી. અપૂર્વકરણ સુધીના બધા જીવો બધા કર્મોની દેશોપશમના કરે છે. દર્શન ૩ની ક્ષપણા ૪થા ગુણઠાણાથી ૭માં ગુણઠાણા સુધીમાં થાય છે. દર્શન ૩ની ઉપશમના ૬ઢા ગુણઠાણે અને ૭મા ગુણઠાણે થાય છે. ૧લા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીમાં દર્શન ૩ની ક્ષપણાના કે ઉપશમનાના અપૂર્વકરણ સુધી દર્શન ૩ની દેશોપશમના થાય છે. પ્રથમ પરામિક સમ્યકૃત્વ પામતા મિથ્યાદષ્ટિને અપૂર્વકરણ સુધી મિથ્યાત્વમોહનીયની દેશોપશમના થાય છે. અનંતાનુબંધી ૪ની વિસંયોજના કે ઉપશમના