________________ કાળક્ષયથી પ્રતિપાત 229 ઉદયાવલિકાના ચરમ સમયના દલિકો કરતા ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સમયમાં અસંખ્યગુણ દલિકો ગોઠવે છે. તેના કરતા બીજા સમયે અસંખ્ય ગુણ દલિકો ગોઠવે છે. એમ ગુણશ્રેણિના શીર્ષ સુધી ઉત્તરોત્તર સમયે પૂર્વપૂર્વ સમય કરતા અસંખ્યગુણ દલિકો ગોઠવે છે. ત્યાર પછી ઉત્તરોત્તર સમયે પૂર્વપૂર્વ સમય કરતા વિશેષહીન દલિકો ગોઠવે છે. જે પ્રકૃતિઓનો ઉદય ન હોય તેમના દલિતો ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સમયથી ગુણશ્રેણિશીર્ષ સુધી પ્રતિસમય અસંખ્યગુણાકારે ગોઠવે છે અને ત્યાર પછી ઉત્તરોત્તર સમયે પૂર્વપૂર્વ સમય કરતા વિશેષહીન-વિશેષહીન દલિકો ગોઠવે છે. હવે આનુપૂર્વસંક્રમનો નિયમ નથી, અનાનુપૂર્વાથી પણ સંક્રમ થઈ શકે છે. હવે બંધાયા પછી 6 આવલિકા પછી જ ઉદીરણા થવાનો નિયમ નથી, બંધાયા પછી બંધાવલિકા પછી ઉદીરણા થાય છે. પડતી વખતે મોહનીયની જે પ્રકૃતિઓનો ઉદય થાય તેમની ગુણશ્રેણિ તેમના ઉદયકાળ કરતા અધિક કાળવાળી, ચઢતી વખતની તે પ્રકૃતિઓની ગુણશ્રેણિના કાળની તુલ્ય કાળવાળી અને અવસ્થિત કાળવાળી થાય છે. મોહનીયની શેષ પ્રકૃતિઓની ગુણશ્રેણિ પણ તેટલા કાળવાળી થાય છે, પણ તે ઉદયાવલિકા ઉપર થાય છે. મોહનીય સિવાયના કર્મોની ગુણશ્રેણિ અનિવૃત્તિકરણ અને અપૂર્વકરણના કાળ કરતા વિશેષાધિક કાળવાળી અને ગલિતાવશેષ થાય છે, એટલે કે નીચેથી ઉદય દ્વારા 1-1 સમય ભોગવાતા ગુણશ્રેણિની રચના શેષ સમયોમાં થાય છે, પણ ગુણશ્રેણિશીર્ષ ઉપર 1-1 સમય વધતું નથી. જે કષાયના ઉદયે ઉપશમશ્રેણિ માંડી હોય તે કષાયનો ઉદય થતા તેની અને મોહનીયની શેષ