________________ ભિન્ન-ભિન્ન વેદોદયે ઉપશમશ્રેણિ માંડનારની ભિન્નતા 2 27 ભિન્ન-ભિન્ન વેદોદયે ઉપશમશ્રેણિ માંડનારની ભિન્નતા - સ્ત્રીવેદોદયે ઉપશમશ્રેણિ માંડનાર પહેલા નપુંસકવેદને ઉપશમાવે છે. પછી તે સ્ત્રીવેદને ઉપશમાવે છે. સ્ત્રીવેદોદયના ચરમ સમયે સ્ત્રીવેદના તે ચરમ સમયના દલિકો સિવાયના બધા દલિકો ઉપશાંત થઈ જાય છે. તે ચરમ સમયના દલિકોને ઉદય વડે ભોગવે છે. ત્યારે સ્ત્રીવેદ સર્વથા ઉપશાંત થઈ જાય છે. પછી અવેદક થઈ પુરુષવેદ અને હાસ્ય દુને એકસાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. ત્યાર પછી પુરુષવેદોદયે ઉપશમશ્રેણિ માંડનારની જેમ સ્ત્રીવેદોદયે ઉપશમશ્રેણિ માંડનાર માટે જાણવું. સ્ત્રીવેદોદયે કે પુરુષવેદોદયે ઉપશમશ્રેણિ માંડનાર જે સ્થાને નપુંસકવેદને સર્વથા ઉપશાંત કરે છે તે સ્થાન સુધી નપુંસકવેદોદયે ઉપશમશ્રેણિ માંડનાર એકલા નપુંસકવેદને ઉપશમાવે છે. ત્યાર પછી તે નપુંસકવેદ-સ્ત્રીવેદ બનેને સાથે ઉપશમાવે છે. નપુંસકવેદોદયના ચરમ સમયે સ્ત્રીવેદ સર્વથા ઉપશાંત થઈ જાય છે. અને નપુંસકવેદના તે ચરમ સમયના દલિકો સિવાયના બધા દલિકો ઉપશાંત થઈ જાય છે. નપુંસકવેદના તે ચરમ સમયના દલિકો ઉદય વડે ભોગવાય છે. ત્યાર પછી નપુંસકવેદ સર્વથા ઉપશાંત થઈ જાય છે. પછી અવેદક થઈ પુરુષવેદ અને હાસ્ય 6 એક સાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. ત્યાર પછી પુરુષવેદોદયે ઉપશમશ્રેણિ માંડનારની જેમ નપુંસકવેદોદયે ઉપશમશ્રેણિ માંડનાર માટે જાણવું. ૧૧માં ગુણઠાણેથી પ્રતિપાત :- ૧૧માં ગુણઠાણેથી જીવ બે રીતે પડે છે. તે આ પ્રમાણે - (1) ભવક્ષયથી :- ૧૧મા ગુણઠાણે જે જીવનું આયુષ્ય પૂરું થાય છે તે જીવ મરીને વૈમાનિક દેવલોકમાં જાય છે અને ત્યાં ૪થું