________________ 226 ભિન્ન-ભિન્ન કષાયોદયે ઉપશમશ્રેણિ માંડનારની ભિન્નતા ભિન્ન-ભિન્ન કષાયોદયે ઉપશમશ્રેણિ માંડનારની ભિન્નતા : સંજવલન માનના ઉદયે ઉપશમશ્રેણિ માંડનાર સંજવલન માનને ભોગવતો નપુંસકવેદોપશમનામાં કહેલા ક્રમ પ્રમાણે પહેલા ત્રણ ક્રોધને ઉપશમાવે છે. પછી સંજવલન ક્રોધના ઉદયે ઉપશમશ્રેણિ માંડનાર જેમ ત્રણ ક્રોધને ઉપશમાવે છે તેમ સંજવલન માનના ઉદયે ઉપશમશ્રેણિ માંડનાર ત્રણ માનને ઉપશમાવે છે. પછી સંજવલન ક્રોધના ઉદયે ઉપશમશ્રેણિ માંડનારની જેમ સંજવલન માનના ઉદયે ઉપશમશ્રેણિ માંડનાર માટે જાણવું. સંજવલન માયાના ઉદયે શ્રેણિ માંડનાર સંજવલન માયાને ભોગવતો નપુંસકવેદોપશમનામાં કહેલા ક્રમ પ્રમાણે પહેલા ત્રણ ક્રોધને અને ત્રણ માનને ઉપશમાવે છે. પછી સંજવલન ક્રોધોદયે ઉપશમશ્રેણિ માંડનાર જેમ ત્રણ ક્રોધને ઉપશમાવે છે તેમ સંજવલન માયાના ઉદયે ઉપશમશ્રેણિ માંડનાર ત્રણ માયાને ઉપશમાવે છે. પછી સંજવલન ક્રોધના ઉદયે ઉપશમશ્રેણિ માંડનારની જેમ સંજવલન માયાના ઉદયે ઉપશમશ્રેણિ માંડનાર માટે જાણવું. સંજવલન લોભના ઉદયે શ્રેણિ માંડનાર સંજવલન લોભને ભોગવતો નપુંસકવેદોપશમનામાં કહેલા ક્રમ પ્રમાણે પહેલા ત્રણ ક્રોધને, ત્રણ માનને અને ત્રણ માયાને ઉપશમાવે છે. પછી સંજવલન ક્રોધોદયે ઉપશમશ્રેણિ માંડનાર જેમ ત્રણ ક્રોધને ઉપશમાવે છે તેમ સંજવલન લોભના ઉદયે ઉપશમશ્રેણિ માંડનાર ત્રણ લોભને ઉપશમાવે છે. તેમાં અશ્વકર્ણકરણોદ્ધા, કિષ્ટિકરણાદ્ધા અને કિટિંવેદનાદ્ધા સંજવલન ક્રોધના ઉદયે ઉપશમશ્રેણિ માંડનારને કહી તેમ જાણવી. આમ પુરુષવેદોદયે ઉપશમશ્રેણિ માંડનાર માટે જાણવું.