________________ 2 28 ભવક્ષયથી પ્રતિપાત ગુણઠાણું પામે છે. તેને પહેલા સમયથી જ બધા કરણો પ્રવર્તે છે. ઉદીરણાકરણ અને અપવર્તનાકરણ વડે બીજી સ્થિતિમાંથી દલિકોને ખેંચીને અંતરકરણમાં ગોઠવે છે અને ભોગવે છે. ઉદીરણાકરણથી આવતા દલિકો ઉદયાવલિકામાં નાખે છે. અપવર્તનાકરણથી આવતા દલિકો ઉદયાવલિકાની ઉપર ગોપુચ્છાકારે ગોઠવે છે. (2) કાળક્ષયથી :- ૧૧મા ગુણઠાણાનો અંતર્મુહૂર્તકાળ પૂર્ણ થાય એટલે જીવ ત્યાંથી પડે છે. તે જે ક્રમથી સ્થિતિઘાત વગેરે કરતા કરતા ચક્યો હોય તે જ ક્રમથી પચ્ચાનુપૂર્વીથી સ્થિતિઘાત વગેરે કરતા કરતા પડે છે. ચઢતી વખતે જે જે સ્થાને જે જે કરણ, બંધ, ઉદય, સત્તા વગેરેનો વિચ્છેદ થયો હોય, પડતી વખતે તે તે સ્થાને તે તે કરણ, બંધ, ઉદય, સત્તા વગેરે શરૂ થાય છે. સર્વપ્રથમ સંજવલન લોભનો ઉદય કરે છે. પછી સંજવલન લોભનો બંધ શરૂ કરે છે. પછી જયાં સંજવલનમાયાનો બંધોદયોદરણાવિચ્છેદ થયો હોય ત્યાંથી સંજવલન માયાના બંધોદયોદીરણા શરૂ કરે છે. પછી જયાં સંજવલન માનનો બંધોદયોદરણાવિચ્છેદ થયો હોય ત્યાંથી સંજવલન માનના બંધોદયોદરણા શરૂ કરે છે. પછી જયાં સંજવલન ક્રોધનો બંધોદયોદરણાવિચ્છેદ થયો હોય ત્યાંથી સંજવલન ક્રોધના બંધોદયોદરણા શરૂ કરે છે. આમ ક્રમથી ઉદયસમય પ્રાપ્ત થતા તે તે કષાયને અનુભવવા માટે બીજી સ્થિતિમાંથી દલિકો ખેંચીને પ્રથમસ્થિતિ કરે છે. ઉદયસમયમાં ઘણા દલિકો ગોઠવે છે, તેના કરતા બીજા સમયે વિશેષહીન દલિકો ગોઠવે છે, તેના કરતા ત્રીજા સમયે વિશેષહીન દલિકો ગોઠવે છે. એમ ઉદયાવલિકાના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે પૂર્વ પૂર્વ સમય કરતા વિશેષહીન દલિકો ગોઠવે છે.