________________ 19) સ્થિતિબંધ વક્તવ્યતા ત્યાર પછી ઘણા સ્થિતિબંધો પસાર થયા પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાયનો નવો નવો સ્થિતિબંધ અસંખ્યગુણહીન થાય છે, એટલે કે પલ્યોપમ પ્રમાણ થાય છે. ત્યારે સ્થિતિબંધનું અલ્પબહુત આ પ્રમાણે છે - પ્રકૃતિ સ્થિતિબંધનું અલ્પબદુત્વ નામ, ગોત્ર અલ્પ (પરસ્પર તુલ્ય) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાય અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) મોહનીય અસંખ્યગુણ ત્યાર પછી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી એક સાથે મોહનીયનો નવો નવો સ્થિતિબંધ પોતાના પૂર્વ પૂર્વ સ્થિતિબંધ કરતા અસંખ્ય ગુણહીન થાય છે અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાયના સ્થિતિબંધ કરતા પણ અસંખ્યગુણહીન થાય છે. અહીં સ્થિતિબંધનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - સ્થિતિબંધનું અNબહુત્વ નામ, ગોત્ર અલ્પ (પરસ્પર તુલ્ય) મોહનીય અસંખ્યગુણ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાય અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) ત્યાર પછી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી એક સાથે મોહનીયનો નવો સ્થિતિબંધ નામ-ગોત્રના સ્થિતિબંધ કરતા પણ અસંખ્યગુણહીન થાય છે. અહીં સ્થિતિબંધનું અલ્પબદુત્વ આ પ્રમાણે 1. કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૩૮ની બન્ને ટીકાઓમાં કહ્યું છે કે, “અહીં બીજો કોઈ વિકલ્પ (મોહનીયનો નવો સ્થિતિબંધ નામ-ગોત્રના સ્થિતિબંધની સમાન કે સંખ્યાતગુણહીન થાય છે એવો વિકલ્પ) કરવો નહીં.'