________________ 7 વસ્તુઓ 197 (3) જે કર્મોનો ઉદય ન હોય, માત્રો બંધ હોય, તેમના અંતરકરણના દલિકો તેમની બીજીસ્થિતિમાં જ નાંખે છે, પ્રથમસ્થિતિમાં નાંખતો નથી. દા.ત. સંજવલન ક્રોધના ઉદયે ઉપશમશ્રેણિ માંડનાર શેષ સંજવલન કષાયોના અંતરકરણના દલિકો તેમની બીજી સ્થિતિમાં જ નાંખે છે. (4) જે કર્મોનો બંધ કે ઉદય ન હોય તેમના અંતરકરણના દલિતો બંધાતી પરપ્રકૃતિમાં નાંખે છે. દા.ત. અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ-પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધના અંતરકરણના દલિકો બંધાતા સંજવલન ક્રોધમાં નાંખે છે. 7 વસ્તુઓ - અંતરકરણ કર્યા પછીના સમયથી એક સાથે 7 વસ્તુઓ શરૂ થાય છે. તે આ પ્રમાણે છે - (1) પુરુષવેદ અને સંજવલન ૪નો આનુપૂર્વી સંક્રમ થાય છે. પુરુષવેદના દલિકો સંજવલન ક્રોધ વગેરેમાં જ નાંખે છે. સંજવલન ક્રોધના દલિકો સંજવલન માન વગેરેમાં જ નાંખે છે, પુરુષવેદમાં નહીં. સંજવલન માનના દલિકો સંજવલન માયા વગેરેમાં જ નાંખે છે, પુરુષવેદ-સંજવલન ક્રોધમાં નહીં. સંજવલન માયાના દલિકો સંજવલન લોભમાં જ નાંખે છે, પુરુષવેદ-સંજવલન ક્રોધ-સંજવલન માનમાં નહીં. (2) સંજવલન લોભનો સંક્રમ ન થાય. (3) બંધાતા દલિકોની છ આવલિકા પછી ઉદીરણા થાય છે. અહીં સુધી બંધાતા દલિકોની બંધાવલિકા પછી ઉદીરણા થતી હતી. (4) મોહનીયના 1 છાણિયા રસના બંધ અને ઉદય થાય છે. જો કે એકાંતવિશુદ્ધ અધ્યવસાયસ્થાન ક્ષપકશ્રેણિમાં જ હોવાથી