________________ નપુંસકવેદઉપશમના 199 નપુંસકવેદઉપશમના :- અંતરકરણ કર્યા પછીના સમયથી નપુંસકવેદ ઉપશમાવવાનું શરૂ કરે છે. પ્રથમ સમયે થોડા દલિકો ઉપશમાવે છે. બીજા સમયે અસંખ્યગુણ દલિકો ઉપશમાવે છે. ત્રીજા સમયે અસંખ્યગુણ દલિકો ઉપશમાવે છે. એમ ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ દલિકોને ઉપશમાવે છે. દ્વિચરમ સમય સુધી પ્રતિસમય ઉપશમતા દલિકો કરતા અસંખ્યગુણ દલિકો સંક્રમાવે છે. ચરમ સમયે સંક્રમતા દલિકો કરતા ઉપશમતા દલિકો અસંખ્યગુણ છે. નપુંસકવેદોપશમના શરૂ કરે ત્યારથી પ્રતિસમય બધા કર્મોના ઉદીરણાના દલિકો અલ્પ હોય છે, ઉદયના દલિકો અસંખ્ય ગુણ હોય છે. આમ હજારો સ્થિતિબંધ જાય એટલે નપુંસકવેદ સર્વથા ઉપશાંત થાય છે. સ્ત્રીવેદઉપશમના :- ત્યાર પછી તે જ રીતે સ્ત્રીવેદ ઉપશમાવવાનું શરૂ કરે છે. ત્યારે જ નવો સ્થિતિબંધ અને નવો સ્થિતિઘાત થાય છે. સ્ત્રીવેદોપશમનાકાળનો સંખ્યાતમો ભાગ પસાર થાય ત્યારે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો સંગાતા વર્ષ (4) મોહનીયનો 1 કાણિયો રસ બંધાય. (5) નપુંસકવેદની ઉપશમનાનો પ્રારંભ થાય. (6) મોહનીયની સંખ્યાતા વર્ષની ઉદીરણા થાય. (7) મોહનીયનો સંગાતા વર્ષની સ્થિતિબંધ થાય. 1. કષાયપ્રાભૃતપૂર્ણિમાં પાના નં. 1843 ઉપર, ધવલામાં અને લબ્ધિસાર ગાથા ૨૫૩ની સંસ્કૃત ટીકામાં નપુંસકવેદની ઉપશમનાની વિધિ આ પ્રમાણે કહી છે, “પ્રથમ સમયે ઉદીરણાગત દ્રવ્ય અલ્પ છે, તેના કરતા ઉદયગત દ્રવ્ય અસંખ્યગુણ છે, તેના કરતા સંક્રમનુ દ્રવ્ય અસંખ્યગુણ છે, તેના કરતા ઉપશમતુ દ્રવ્ય અસંખ્યગુણ છે. ચરમ સમય સુધી આ જ રીતે જાણવું.” જુઓ અમે લખેલ “ઉપશમનાકરણ વિસ્તૃત ગુજરાતી વિવેચન ભાગ 1, પાના નં. 170."