________________ ઉપશાંતમહવીતરાગછઘ0 ગુણસ્થાનક 2 2 3 ગુણઠાણાની સમય ન્યૂન ર આવલિકા વીતે પછી સંજવલન બાદર લોભ સર્વથા ઉપશાંત થઈ જાય છે. ૧૦મા ગુણઠાણાના ચરમ સમયે સ્થિતિબંધ આ પ્રમાણે થાય છે - પ્રકૃતિ. સ્થિતિબંધ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય અંતર્મુહૂર્ત નામ, ગોત્ર 16 મુહૂર્ત વેદનીય 24 મુહૂર્ત ૧૦માં ગુણઠાણાના ચરમ સમયે મોહનીયકર્મ સર્વથા ઉપશાંત થઈ જાય છે. ત્યાર પછી જીવ ૧૧મા ગુણઠાણે જાય છે. ' ઉપશાંતમોહવીતરાગછઘ0 ગુણસ્થાનક :- ૧૧મા ગુણઠાણાનો કાળ અંતર્મુહૂર્ત છે. ૧૧મા ગુણઠાણાના પ્રથમ સમયથી ૧૧માં ગુણઠાણાના સંખ્યામાં ભાગ પ્રમાણ ગુણશ્રેણિ રચે છે. ૧૧માં ગુણઠાણાના ચરમ સમય સુધી આ ગુણશ્રેણિ રચે છે. જેમ જેમ નીચેનો 1-1 સમય ઉદય વડે ભોગવાતો જાય છે તેમ તેમ ગુણશ્રેણિના દલિકો 1-1 સમયમાં વધુ નાંખે છે. ઉત્તરોત્તર સમયે તુલ્ય દલિકો ગ્રહણ કરે છે. તેથી ગુણશ્રેણિ કાળ અને પ્રદેશથી તુલ્ય છે. ૧૧માં ગુણઠાણે મોહનીયની બધી પ્રવૃતિઓ સર્વથા ઉપશાંત થઈ ગઈ છે. તેથી તેઓ સંક્રમકરણ, ઉદ્વર્તનાકરણ, અપવર્તનાકરણ, ઉદીરણાકરણ, નિધત્તિકરણ અને નિકાચનાકરણને અયોગ્ય બને છે. ૧૧માં ગુણઠાણે ઉપશાંત દર્શન 3 માં સંક્રમકરણ અને અપવર્તનાકરણ પ્રવર્તે છે. મિથ્યાત્વમોહનીયનો મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયમાં સંક્રમ થાય છે. મિશ્રમોહનીયનો સમ્યકત્વમોહનીયમાં સંક્રમ થાય છે. દર્શન ૩ની અપવર્તન થાય છે. આમ સંજવલન ક્રોધના ઉદયે ઉપશમશ્રેણિ માંડનાર માટે જાણવું.