________________ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક (કિટિંવેદનાદ્ધા) 2 2 1 બીજીસ્થિતિમાંથી કિષ્ટિઓને ખેંચી તેની ૧૦માં ગુણઠાણાના કાળ જેટલી પ્રથમસ્થિતિ કરે છે. ૧૦માં ગુણઠાણાના પ્રથમ સમયથી કિટ્ટિકરણોદ્ધાની સંજવલન બાદર લોભની પ્રથમસ્થિતિની ચરમાવલિકાના દલિકો સ્ટિબુકસંક્રમથી કિટ્ટિના દલિકોમાં સંક્રમાવે છે. ૧૦માં ગુણઠાણાના પ્રથમ સમયે કુલ કિઠ્ઠિઓના અસંખ્ય બહુભાગ જેટલી કિઠ્ઠિઓ વેદે છે. પ્રથમસમયકૃત કિષ્ક્રિઓનો ઉપરનો અસંખ્યાતમો ભાગ અને ચરમસમયકૃત કિઠ્ઠિઓનો નીચેનો અસંખ્યાતમો ભાગ છોડી શેષ કિષ્ટિઓની ૧૦મા ગુણઠાણાના પ્રથમ સમયે ઉદીરણા કરીને તેમને અનુભવે છે, એટલે કે તે કિઠ્ઠિઓમાંથી કેટલાક દલિકો ઉદયમાં આવે છે. ૧૦મા ગુણઠાણાના પ્રથમ સમયે પ્રથમસમયકૃત કિષ્ક્રિઓનો ઉપરનો જે અસંખ્યાતમો ભાગ છોડ્યો હતો તેની નીચેની અસંખ્યાતમા ભાગ જેટલી કિઓિ બીજા સમયે વધુ છોડે છે, એટલે કે તે ઉદયમાં નથી આવતી, કેમકે તેમનો ઉપશમ થઈ ગયો છે. ૧૦માં ગુણઠાણાના પ્રથમ સમયે ચરમસમયકૃત કિઠ્ઠિઓનો નીચેનો જે અસંખ્યાતમો ભાગ છોડ્યો હતો તેમાંની ઉપરની અસંખ્યાતમા ભાગ જેટલી કિઠ્ઠિઓ ગ્રહણ કરે છે, એટલે કે ઉદયમાં આવે છે. આમ ૧૦માં ગુણઠાણાના ચરમ સમય સુધી પ્રતિસમય 1-1 અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કિઠ્ઠિઓ ઉપશાંત થતી હોવાથી તે ઉદયમાં આવતી નથી અને નવા નવા 1-1 અસંખ્યાતમા ભાગ પ્રમાણ કિઠ્ઠિઓ ઉદયમાં વધુ આવે છે. ૧૦મા ગુણઠાણાના પ્રથમ સમયથી ચરમ સમય સુધી બીજીસ્થિતિની કિક્રિઓના દલિકોને પૂર્વેની જેમ અસંખ્યગુણાકારે ઉપશમાવે છે. ૧૦મા ગુણઠાણાના પ્રથમ સમયથી બીજી સ્થિતિમાં રહેલા સમય ન્યૂન 2 આવલિકામાં બંધાયેલા સંજવલન બાદર લોભના દલિકોને પણ તેટલા કાળે ઉપશમાવે છે. ૧૦માં