________________ 220 સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક (કિષ્ટિવેદનાદ્ધ) પ્રકૃતિ સ્થિતિબંધ સંજવલન લોભ અંતર્મુહૂર્ત જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય દિવસથત્વ નામ, ગોત્ર, વેદનીય વર્ષસહસ્રપૃથક્વ સંજવલન લોભની પ્રથમ સ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા બાકી હોય ત્યારથી સંજવલન લોભની પતંગ્રહતા નષ્ટ થાય છે. ત્યારથી અપ્રત્યાખ્યાનાવરણીય લોભ અને પ્રત્યાખ્યાનાવરણીય લોભના દલિકો સંજવલન લોભમાં ન સંક્રમાવે, પણ સ્વસ્થાનમાં જ ઉપશમાવે. સંજવલન લોભની પ્રથમસ્થિતિની ર આવલિકા બાકી હોય ત્યારે બાદર સંજવલન લોભનો આગાલવિચ્છેદ થાય છે. સંજવલન લોભની પ્રથમ સ્થિતિની 1 આવલિકા બાકી હોય ત્યારે સંજવલન લોભનો બંધવિચ્છેદ થાય છે અને બાદર સંજવલન લોભનો ઉદયોદરણાવિચ્છેદ થાય છે. ત્યારે અપ્રત્યાખ્યાનાવરણીય લોભ-પ્રત્યાખ્યાનાવરણીય લોભ સર્વથા ઉપશાંત થઈ જાય છે. ત્યારે સંજવલન લોભના પ્રથમસ્થિતિના 1 આવલિકામાં રહેલા દલિકો, બીજી સ્થિતિના સમય ન્યૂન 2 આવલિકામાં બંધાયેલા દલિકો અને કિટ્ટિના દલિકો અનુપશાંત છે, શેષ બધા દલિકો ઉપશાંત થઈ ગયા છે. ત્યારે ૯મું ગુણઠાણ પૂર્ણ થાય છે. ત્યારે સ્થિતિબંધ આ પ્રમાણે થાય છે - પ્રકૃતિ સ્થિતિબંધ સંજ્વલન લોભ અંતર્મુહૂર્ત (પૂર્વેના અંતર્મુહૂર્ત કરતા નાનુ) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય ન્યૂન અહોરાત્ર નામ, ગોત્ર, વેદનીય ન્યૂન 2 વર્ષ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક (કિટ્ટિવેદનાદ્ધા) - કિટ્ટિકરણાદ્ધા પૂર્ણ થયા પછી સંજવલન લોભના ઉદયકાળના ત્રીજા ભાગરૂપ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. તેના પ્રથમ સમયે