________________ 218 કિટ્ટિકરણોદ્ધા વિશેષહીન દલિકો હોય છે. તેના કરતા અનંતગુણરસવાળી ત્રીજી કિટ્ટિમાં વિશેષહીન દલિકો હોય છે. એમ પ્રથમ સમયની ઉત્કૃષ્ટ રસવાળી કિષ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્રિમાં પૂર્વપૂર્વ કિષ્ટિ કરતા વિશેષહીન દલિકો હોય છે. એમ દરેક સમયની બધી કિઠ્ઠિઓમાં જાણવું. પ્રથમ સમયની જઘન્ય રસવાળી કિટ્ટિમાં રસ અલ્પ છે. તેના કરતા બીજી કિટ્ટિમાં રસ અનંતગુણ છે. તેના કરતા ત્રીજી કિટ્ટિમાં રસ અનંતગુણ છે. એમ પ્રથમ સમયની ઉત્કૃષ્ટ રસવાળી કિષ્ટિ સુધી ઉત્તરોત્તર કિઢિમાં પૂર્વ પૂર્વ કિષ્ટિના રસ કરતા અનંતગુણ રસ છે. એમ દરેક સમયની બધી કિટ્ટિઓમાં જાણવું. પ્રથમ સમયની જઘન્ય રસવાળી અને ઉત્કૃષ્ટ પ્રદેશવાળી કિટ્ટિમાં દલિતો અલ્પ છે. તેના કરતા બીજા સમયની ઉત્કૃષ્ટ રસવાળી અને જઘન્ય પ્રદેશવાળી કિટ્ટિમાં દલિતો અસંખ્યગુણ છે. તેના કરતાં ત્રીજા સમયની ઉત્કૃષ્ટ રસવાળી અને જઘન્ય પ્રદેશવાળી કિટ્ટિમાં દલિકો અસંખ્ય ગુણ છે. એમ ચરમ સમયની ઉત્કૃષ્ટ રસવાળી કિષ્ટિ સુધી ઉત્તરોત્તર સમયની ઉત્કૃષ્ટ રસવાળી કિટ્ટિમાં પૂર્વ પૂર્વ સમયની ઉત્કૃષ્ટ રસવાળી કિટ્ટિના દલિકો કરતા અસંખ્યગુણ દલિકો છે. પ્રથમ સમયની ઉત્કૃષ્ટ રસવાળી કિટ્ટિનો રસ સૌથી વધુ છે. તેના કરતા પ્રથમ સમયની જધન્ય રસવાળી કિટ્ટિનો રસ અનંતમાં ભાગનો છે. તેના કરતા બીજા સમયની ઉત્કૃષ્ટ રસવાળી કિટ્ટિનો રસ અનંતમા ભાગનો છે. તેના કરતા બીજા સમયની જઘન્ય રસવાળી કિટ્ટિનો રસ અનંતમા ભાગનો છે. તેના કરતા ત્રીજા સમયની ઉત્કૃષ્ટ રસવાળી કિષ્ટિનો રસ અનંતમા ભાગનો છે. તેના કરતા ત્રીજા સમયની જધન્ય રસવાળી કિષ્ટિનો રસ અનંતમાં ભાગનો છે. એમ કિટ્ટિકરણાદ્ધાના ચરમ સમય સુધી જાણવું. કિટ્ટિકરણાદ્ધાના સંખ્યાતા બહુભાગ ગયા પછી સ્થિતિબંધ આ પ્રમાણે થાય છે -