________________ 2 1 6 કિટ્ટિકરણોદ્ધા દા.ત. જે વર્ગણાઓમાં દરેક પરમાણુ ઉપર 100, 101, 102 રસાણુઓ હતા તે વર્ગણાઓને ક્રમશઃ 5, 10, 15 રસાણુઓવાળા પરમાણુવાળી બનાવવી તે કિટ્ટિકરણ. 5, 10, 15 રસાણુઓવાળા પરમાણુવાળી વર્ગણાઓ તે કિઠ્ઠિઓ છે. એક રસસ્પર્ધકમાં રહેલ અનંત વર્ગણાઓના અનંતમા ભાગમાં રહેલ અનંત વર્ગણાઓ જેટલી કિઠ્ઠિઓ દરેક સમયે બનાવે છે. પ્રથમ સમયે અલ્પ કિઓિ બનાવે છે, બીજા સમયે તેના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કિઠ્ઠિઓ બનાવે છે, ત્રીજા સમયે તેના અસંખ્યામાં ભાગ પ્રમાણ કિઠ્ઠિઓ બનાવે છે. એમ કિટ્ટિકરણોદ્ધાના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે પૂર્વ પૂર્વ સમયે બનાવેલી કિષ્ટિઓના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કિષ્ટિઓ બનાવે છે. પ્રથમ સમયે સર્વકિટિંગત દલિકો અલ્પ છે. તેના કરતા બીજા સમયે સર્વકિટ્ટિગત દલિકો અસંખ્ય ગુણ છે. તેના કરતા ત્રીજા સમયે સર્વકિટ્ટિગત દલિકો અસંખ્ય ગુણ છે. એમ કિષ્ટિકરણોદ્ધાના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે સર્વકિટિંગત દલિકો પૂર્વ પૂર્વ સમયના સર્વકિટિંગત દલિકો કરતા અસંખ્યગુણ પ્રથમ સમયે કરેલી કિષ્ક્રિઓનો રસ સૌથી વધારે છે. તેના કરતા બીજા સમયે કરેલી કિટ્ટિઓનો રસ અનંતમાં ભાગ જેટલો છે. તેના કરતા ત્રીજા સમયે કરેલી કિટ્ટિઓનો રસ અનંતમાં ભાગ જેટલો છે. એમ કિટ્ટિકરણાદ્ધાના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે કરેલી કિષ્ક્રિઓનો રસ પૂર્વ પૂર્વ સમયે કરેલી કિઠ્ઠિઓના રસના અનંતમા ભાગ જેટલો છે. પ્રથમ સમયની કિઠ્ઠિઓમાં સર્વજઘન્ય રસવાળી કિટ્રિમાં ઘણા દલિકો હોય છે. તેના કરતા અનંતગુણરસવાળી બીજી કિટ્ટિમાં