________________ 2 1 5 લોભ ૩ની ઉપશમના છે અને શેષ કર્મોની સ્થિતિબંધ સંખ્યાતા વર્ષ પ્રમાણ છે. સંજવલન લોભની પ્રથમસ્થિતિના પ્રથમ સમયથી જ અપ્રત્યાખ્યાનાવરણીય લોભ, પ્રત્યાખ્યાનાવરણીય લોભ અને સંજવલન લોભને પૂર્વે કહ્યા મુજબ એક સાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. અશ્વકર્ણકરણાદ્ધામાં પૂર્વસ્પર્ધકોમાંથી પ્રતિસમય દલિકો લઈ તેનો રસ અત્યંત હીન કરી અપૂર્વસ્પર્ધકો બનાવે છે. અનાદિ સંસારમાં ભમતા જીવે આ પૂર્વે ક્યારેય આવા રસસ્પર્ધકો બાંધ્યા ન હતા. અશ્વકર્ણકરણાદ્ધામાં જ પ્રકૃવિશુદ્ધિના કારણે પૂર્વસ્પર્ધકોમાંથી અપૂર્વસ્પર્ધકો કરે છે. તેથી જ તેમને અપૂર્વસ્પર્ધક કહેવાય છે. પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા ૭૫ની સ્વોપજ્ઞ ટીકામાં પાના નં. ૧૯૫ઉપર કહ્યું છે કે, “અશ્વકર્ણકરણાદ્ધામાં માયાના વિદ્યમાન દલિકોના બંધાતા સંજવલન લોભના સ્વરૂપે સ્પર્ધકો કરે છે.' આ અશુદ્ધ લાગે છે. પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા ૭૫ની મલયગિરિ મહારાજ કૃત ટીકામાં પાના નં. 195 ઉપર કહ્યું છે કે, “અશ્વકર્ણકરણાદ્ધામાં સંજવલન લોભમાં સંક્રમેલા સંજવલન માયાના દલિકો અને સંજવલન લોભના પૂર્વે બંધાયેલા સત્તાગત દલિકોને સંજવલન લોભના બંધાતા દલિકોની જેમ અત્યંત નીરસ કરે છે.' આમ અપૂર્વસ્પર્ધકો બનાવતા સંખ્યાતા સ્થિતિબંધો પસાર થાય ત્યારે અશ્વકકરણોદ્ધા પૂર્ણ થાય છે. ત્યાર પછી કિટ્ટિકરણાદ્ધામાં પ્રવેશ કરે છે. (2) કિષ્ટિકરણાદ્ધા :- કિષ્ટિકરણાદ્ધાના પ્રથમ સમયે સંજવલન લોભનો સ્થિતિબંધ દિનપૃથકત્વ પ્રમાણ થાય છે અને શેષ કર્મોનો સ્થિતિબંધ વર્ષપૃથકત્વ પ્રમાણ થાય છે. કિટ્ટિકરણાદ્ધામાં પૂર્વસ્પર્ધકોમાંથી અને અપૂર્વસ્પર્ધકોમાંથી દલિકો લઈને પ્રતિસમય અનંત કિઠ્ઠિઓ કરે છે. પૂર્વસ્પર્ધકોમાંથી અને અપૂર્વસ્પર્ધકોમાંથી વર્ગણાઓ લઈ તેમનો રસ જઘન્ય સ્પર્ધકની વર્ગણાઓ કરતા પણ અનંતગુણહીન કરી મોટા આંતરાવાળી વર્ગણાઓ બનાવવી તે કિટ્ટિકરણ. મોટા આંતરાવાળી તે વર્ગણાઓને કિટ્ટિ કહેવાય છે.