________________ માયા ૩ની ઉપશમના 2 13 દલિકો સંજવલન માયામાં ન સંક્રમાવે, પણ સંજવલન લોભમાં સંક્રમાવે. સંજવલન માયાની પ્રથમસ્થિતિની ર આવલિકા બાકી હોય ત્યારે સંજવલન માયાનો આગાલવિચ્છેદ થાય છે. સંજવલન માયાની પ્રથમસ્થિતિની 1 આવલિકા બાકી હોય ત્યારે સંજવલન માયાના બંધોદયોદરણાવિચ્છેદ થાય છે. ત્યારે સંજવલન રનો સ્થિતિબંધ 1 માસ પ્રમાણ થાય છે અને શેષકર્મોની સ્થિતિબંધ સંખ્યાતા વર્ષ પ્રમાણ થાય છે. ત્યારે અપ્રત્યાખ્યાનાવરણીય માયા - પ્રત્યાખ્યાનાવરણીય માયા સર્વથા ઉપશાંત થઈ ગઈ છે. ત્યારે સંજવલન માનના પ્રથમસ્થિતિની 1 આવલિકાના દલિકો અને બીજીસ્થિતિના સમય ન્યૂન 2 આવલિકામાં બંધાયેલા દલિતો અનુપશાંત છે, શેષ સર્વ દલિકો ઉપશાંત થઈ ગયા છે. સંજવલન માયાની પ્રથમસ્થિતિની 1 આવલિકાના દલિકો સ્ટિબુકસંક્રમથી સંજવલન લોભમાં સંક્રમાવે છે. સંજવલન માયાની બીજી સ્થિતિના સમય ન્યૂન ર આવલિકામાં બંધાયેલા દલિકો તેટલા જ કાળે પુરુષવેદની જેમ ઉપશમાવે છે અને સંક્રમાવે છે. સંજવલન માયાના બંધોદયોદીરણાવિચ્છેદ થાય ત્યારથી સમય ન્યૂન 2 આવલિકા પછી સંજવલન માયા સર્વથા ઉપશાંત થઈ જાય છે. લોભ ૩ની ઉપશમના :- જે સમયે સંજવલન માયાના બંધોદયોદરણાવિચ્છેદ થાય છે તે જ સમયે બીજીસ્થિતિમાંથી સંજવલન લોભના દલિકો ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે છે અને ભોગવે છે. સંજવલન લોભના ઉદયકાળના ત્રણ ભાગ કરીએ તેમાંથી બે ભાગ પ્રમાણ આ પ્રથમસ્થિતિ કરે છે. તે બે ભાગમાંથી પહેલા ભાગને અશ્વકર્ણકરણાદ્ધા કહેવાય છે અને બીજા ભાગને કિટ્રિકરણાદ્ધા કહેવાય છે. (1) અશ્વકર્ણકરણાદ્ધા-સંજવલન લોભની પ્રથમસ્થિતિના પ્રથમ સમયે સંજવલન લોભનો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત ન્યૂન 1 માસ પ્રમાણ