________________ હાસ્ય 6 અને પુરુષવેદની ઉપશમના 203 કરે છે. ત્યારે જ નવો સ્થિતિબંધ અને નવો સ્થિતિઘાત શરૂ થાય છે. આ 7 પ્રકૃતિના ઉપશમનાકાળનો સંખ્યામાં ભાગ પસાર થાય ત્યારે નામ-ગોત્રની સંખ્યાતા વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે, વેદનીયનો અસંખ્ય વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. તે સ્થિતિબંધ પૂર્ણ થયા પછી વેદનીયનો પણ સ્થિતિબંધ સંખ્યાતા વર્ષ પ્રમાણ થાય છે. પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા ૬૭ની સ્વોપજ્ઞટીકામાં પાના નં. 191 ઉપર કહ્યું છે કે, “સાત નોકષાયના ઉપશમનાકાળનો સંખ્યાતમો ભાગ પસાર થાય ત્યારે નામ-ગોત્રનો સંખ્યાતા વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય અને વેદનીયનો અસંખ્ય વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય. ત્યાર પછી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી બધા કર્મોનો સંગાતા વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે.” કષાયપ્રાભૃતચૂર્ણિમાં સૂત્ર 181 માં પાના નં. 1847 ઉપર કહ્યું છે કે, “સાત નોકષાયોના ઉપશમનાકાળનો સંખ્યાતમો ભાગ પસાર થયા પછી નામ, ગોત્ર અને વેદનીયનો સંખ્યાતા વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. જે કર્મોની સ્થિતિબંધ જ્યારે સંખ્યાના વર્ષ પ્રમાણ થાય ત્યારથી તેમનો ઉત્તરોત્તર સ્થિતિબંધ સંખ્યાતગુણહીન થાય છે. પુરુષવેદની પ્રથમસ્થિતિની ર આવલિકા બાકી હોય ત્યારે પુરુષવેદનો આગાલવિચ્છેદ થાય છે અને પુરુષવેદની પતøહતા નષ્ટ થાય છે. ત્યારથી જ હાસ્ય ૬ના દલિકો પુરુષવેદમાં સંક્રમતા નથી, પણ સંજવલન કષાયોમાં જ સંક્રમે છે. પુરુષવેદની પ્રથમ સ્થિતિની 1 આવલિકા બાકી હોય ત્યારે તેનો ઉદીરણાવિચ્છેદ થાય છે. બધા કર્મોની સંખ્યાતા વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થયા પછી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી હાસ્ય 6 સર્વથા ઉપશાંત થઈ જાય છે. ત્યારે પુરુષવેદની પ્રથમ સ્થિતિમાં માત્ર 1 સમયની સ્થિતિ બાકી હોય છે. એટલે કે પુરુષવેદોદયના ચરમ સમયે હાસ્ય ૬ને સર્વથા ઉપશમાવે છે. ત્યારે પુરુષવેદનો