________________ ક્રોધ ૩ની ઉપશમના 207 સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૪૭ની ચૂણિમાં પાના નં. પ૬ ઉપર કહ્યું છે કે, “અવેદકકાળના પ્રથમ સમયે સંજવલન જન સ્થિતિબંધ અંતર્મુહૂર્ત ન્યૂન 32 વર્ષ પ્રમાણ થાય છે.” પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા 7) અને તેની બન્ને ટીકાઓમાં પાના નં. 192 ઉપર કહ્યું છે કે, પુરુષવેદ સર્વથા ઉપશાંત થાય ત્યારે સંજવલન જન સ્થિતિબંધ 32 વર્ષ પ્રમાણ થાય છે.” ક્રોધ ૩ની ઉપશમના :- અવેદકકાળના પ્રથમ સમયથી અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ અને સંજવલન ક્રોધને એક સાથે પૂર્વે કહ્યા મુજબ ઉપશમાવે છે. ઉપશમના કરતા પૂર્વપૂર્વ સ્થિતિબંધ પૂર્ણ થયા પછી ઉત્તરોત્તર સ્થિતિબંધ સંજવલન નો સંખ્યાતમો ભાગહીન કરે છે અને શેષ કર્મોનો સંખ્યાતગુણહીન કરે છે. શેષ સ્થિતિઘાત વગેરે પૂર્વેની જેમ જ થાય છે. સંજવલન ક્રોધની પ્રથમ સ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા બાકી હોય ત્યારથી સંજવલન ક્રોધની પતંગ્રહતા નષ્ટ થાય છે. ત્યારથી અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ અને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધના પ્રથમસ્થિતિની ર આવલિકા બાકી હોય ત્યારે સંજવલન ક્રોધનો આગાલવિચ્છેદ થાય છે. સંજવલન ક્રોધની પ્રથમસ્થિતિની 1 આવલિકા બાકી હોય ત્યારે સંજવલન ક્રોધની જઘન્ય સ્થિતિઉદીરણા થાય અને બંધવિચ્છેદ-ઉદયવિચ્છેદ-ઉદીરણાવિચ્છેદ થાય છે. ત્યારે સંજવલન નો સ્થિતિબંધ 4 માસનો થાય છે, શેષ કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષનો થાય છે. ત્યારે અપ્રત્યાખ્યાનાવરગ્રીય કોધ-પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ સર્વથા ઉપશાંત થઈ જાય છે. ત્યારે સંજવલન ક્રોધના પ્રથમસ્થિતિની 1 આવલિકાના દલિકો અને બીજીસ્થિતિની સમય ન્યૂન 2 આવલિકામાં બંધાયેલા