________________ માન ૩ની ઉપશમના 209 દલિકો અનુશાંત છે, શેષ બધા દલિકો ઉપશાંત થઈ ગયા છે. સંજવલન ક્રોધની પ્રથમ સ્થિતિની ચરમાવલિકાના દલિકોને સ્તિબુકસંક્રમથી સંજવલન માનમાં સંક્રમાવે છે. સંજવલન ક્રોધની બીજી સ્થિતિના સમય ન્યૂન ર આવલિકામાં બંધાયેલા દલિકોને તેટલા જ કાળે પુરુષવેદની જેમ ઉપશમાવે છે અને સંક્રમાવે છે. આમ સંજવલન ક્રોધના બંધોદયોદરણાવિચ્છેદ પછી સમય ન્યૂન 2 આવલિકા પછી સંજવલન ક્રોધ સર્વથા ઉપશાંત થઈ જાય છે. માન ૩ની ઉપશમના :- જે સમયે સંજવલન ક્રોધના બંધોદયોદરણાવિચ્છેદ થાય છે તે જ સમયે બીજી સ્થિતિમાંથી સંજવલન માનના દલિકો ખેંચીને તેની માનોદયકાળ કરતા 1 આવલિકા અધિક પ્રથમસ્થિતિ કરે છે અને ભોગવે છે. ઉદયસમયમાં થોડા દલિકો નાંખે છે. બીજા સમયે અસંખ્ય ગુણ દલિકો નાંખે છે. એમ પ્રથમ સ્થિતિના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ દલિકો નાંખે છે. સંજવલન માનની પ્રથમસ્થિતિના પ્રથમ સમયે સંજવલન ૩નો સ્થિતિબંધ 4 માસનો છે અને બાકીના કર્મોનો સ્થિતિબંધ સંગાતા હજાર વર્ષ પ્રમાણ છે. કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૪૮ની ચૂર્ણિમાં પાના નં. 57 ઉપર કહ્યું છે કે, “સંજવલન માનની પ્રથમસ્થિતિના પ્રથમ સમયે સંજવલન ૩નો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત ન્યૂન 4 માસ છે.” સંજવલને માનની પ્રથમસ્થિતિ કરે ત્યારથી જ અપ્રત્યાખ્યાનાવરણીય માન, પ્રત્યાખ્યાનાવરણીય માન અને સંજવલન માનને પૂર્વે કહ્યા મુજબ એક સાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. સંજવલન માનની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા બાકી હોય ત્યારથી સંજવલન માનની પતગ્રહતા નષ્ટ થાય છે. ત્યારથી અપ્રત્યાખ્યાનાવરણીય માન અને પ્રત્યાખ્યાનાવરણીય માનના દલિકો સંજવલન માનમાં ન સંક્રમાવે, પણ સંજવલન માયા વગેરેમાં સંક્રમાવે છે. સંજવલન માનની પ્રથમસ્થિતિની 2 આવલિકા બાકી હોય ત્યારે સંજવલન માનનો