________________ અંતરકરણક્રિયા 193 12 કષાય અને 9 કષાય = 21 પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે. જે કષાય અને જે વેદનો ઉદય હોય તેમની પ્રથમ સ્થિતિ તેમના ઉદયકાળ જેટલી રાખે છે. શેષ 11 કષાય અને 8 નોકષાયની પ્રથમસ્થિતિ 1 આવલિકા જેટલી રાખે છે. અંતરકરણક્રિયા એક સ્થિતિબંધ કે એક સ્થિતિઘાતના કાળમાં કરે છે. અંતરકરણ પ્રથમસ્થિતિ કરતા સંખ્યાતગુણ છે. ચાર કષાય અને ત્રણ વેદના ઉદયકાળનું અલ્પબદુત્વ પ્રકૃતિ ઉદયકાળનું અલ્પબદુત્વ નપુંસકવેદ, સ્ત્રીવેદ | અલ્પ (પરસ્પર તુલ્ય) પુરુષવેદ સંખ્યાતગુણ સંજવલન ક્રોધ વિશેષાધિક સંજવલન માન વિશેષાધિક સંજવલન માયા વિશેષાધિક સંજવલન લોભ વિશેષાધિક ચારિત્રમોહનીયની પ્રકૃતિઓના અંતરકરણની વિષમતા અનુદયવાળા 11 કષાય અને 8 નોકષાય પ્રથમસ્થિતિ - અંતર (અંતર્મુહૂર્ત) - બીજીસ્થિતિ (સંખ્યાતા વર્ષ) 1 આવલિકા 1. કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૪૨ની ચૂર્ણિમાં પાના નં. 48 ઉપર કહ્યું છે કે ‘પુરુષવેદના ઉદયકાળ કરતા નપુંસકવેદ અને સ્ત્રીવેદનો ઉદયકાળ સંખ્યાતમો ભાગ ન્યૂન છે. અર્થાત્ નપુંસકવેદ અને સ્ત્રીવેદના ઉદયકાળ કરતા પુરુષવેદનો ઉદયકાળ સંખ્યાતમો ભાગ અધિક છે.”