________________ 19 2 એ દેશઘાતીરસબંધ ત્યાર પછી સંખ્યાતા વર્ષનો સ્થિતિબંધ પ્રારંભ ન થાય ત્યાં સુધી આ જ ક્રમે અલ્પબહુત પ્રવર્તે છે. સર્વત્ર સ્થિતિસત્તાનું અલ્પબહુત સ્થિતિબંધના અલ્પબહુત પ્રમાણે જાણવું. જ્યારથી બધા કર્મોનો પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યારથી અસંખ્યસમયમાં બંધાયેલા કર્મોની જ ઉદીરણા થાય છે, એટલે કે બંધાતી સ્થિતિથી સમયાદિ ચૂન જે સત્તાગત સ્થિતિઓ છે તેમાંથી કર્મોની ઉદીરણા થાય છે, ઉપરની સ્થિતિઓમાંથી કર્મોની ઉદીરણા થતી નથી, કેમકે તે સ્થિતિઓના દલિકો ઘણા કાળ પૂર્વે બંધાયેલા હોવાથી તેમનો ક્ષય થઈ ગયો હોય છે. પૂર્વે થોડા દલિકોની ઉદીરણા થતી હતી. હવે ઘણા દલિકોની ઉદીરણા થાય છે. એટલે કે અસંખ્ય સમયોમાં બંધાયેલા દલિકોની ઉદીરણા થાય છે. દેશઘાતીરસબંધ : જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો સ્થિતિબંધ નામ-ગોત્રના સ્થિતિબંધ કરતા અસંખ્યગુણહીન થાય ત્યાર પછી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી દાનાંતરાય અને મન:પર્યવજ્ઞાનાવરણનો દેશઘાતી રસ બંધાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ અને લાભાંતરાયનો દેશઘાતી રસ બંધાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી શ્રુતજ્ઞાનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને ભોગાંતરાયનો દેશઘાતી રસ બંધાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી ચક્ષુદર્શનાવરણનો દેશઘાતી રસ બંધાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી મતિજ્ઞાનાવરણ અને ઉપભોગાંતરાયનો દેશઘાતી રસ બંધાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી વીર્યંતરાયનો દેશઘાતી રસ બંધાય છે. શ્રેણિ નહીં માંડનારા જીવો આ પ્રકૃતિઓનો સર્વઘાતી રસ બાંધે છે. અંતરકરણક્રિયા - વીર્યંતરાયના દેશઘાતી રસબંધ પછી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી અનંતાનુબંધી 4 સિવાયના