________________ 189 સંખ્યાત સખ્યાત સખ્યાત સ્થિતિબંધ વક્તવ્યતા મોહનીયનો સ્થિતિબંધ પત્યા પ્રમાણ થયા પછી નામગોત્રનો નવો નવો સ્થિતિબંધ અસંખ્યગુણહીન થાય છે, એટલે કે પલ્યોપમ પ્રમાણ થાય છે, શેષ કર્મોનો નવો નવો સ્થિતિબંધ સંખ્યાતગુણહીન થાય છે. કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૩૭ની બને ટીકાઓમાં પાના નં. 38, 40 ઉપર કહ્યું છે કે, “મોહનીયના સંખ્યાતગુણહીન સ્થિતિબંધ પછી ઘણા સ્થિતિબંધો ગયે છતે મોહનીયનો પણ સ્થિતિબંધ પલ્યોપમ પ્રમાણ થાય છે. ત્યાર પછી નામ-ગોત્રનો સ્થિતિબંધ અસંખ્ય ગુણહીન થાય છે.' આમાં મોહનીયનો સંખ્યાતગુણહીન સ્થિતિબંધ થયા પછી ઘણા સ્થિતિબંધો પસાર થયા પછી મોહનીયની સ્થિતિબંધ પલ્યોપમ પ્રમાણ થાય છે એમ કહ્યું છે, પણ વાસ્તવમાં મોહનીયનો પહેલો સંખ્યાતગુણહીન સ્થિતિબંધ એ જ પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ છે. તેથી કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૩૭ની બન્ને ટીકાઓમાં ઉપર પ્રમાણે જે કહ્યું છે તે ઘટતું નથી. પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા ૫૪-૫પની મલયગિરિ મહારાજ કૃત ટીકામાં પાના નં. 178-179 ઉપર કહ્યું છે કે, “મોહનીયનો સ્થિતિબંધ પલ્યોપમ પ્રમાણ થાય ત્યાર પછી તેનો અન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણહીન થાય છે. મોહનીયનો સ્થિતિબંધ પત્યાપક પ્રમાણ થયે છતે નામ-ગોત્રનો અન્ય સ્થિતિબંધ અસંખ્યગુણહીન થાય છે, એટલે કે પલ્યોપમ પ્રમાણ થાય છે.” આ મત બરાબર લાગે છે. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે. અહીં સ્થિતિબંધનું અલ્પબહુત આ પ્રમાણે છે - પ્રકૃતિ સ્થિતિબંધનું અલ્પબદુત્વ નામ, ગોત્ર અલ્પ (પરસ્પર તુલ્ય) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાય અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) મોહનીય સંખ્યાતગુણ સંખ્યાત અસંખ્ય