________________ કર્મપ્રકૃતિ છે ઉદીરણાકરણ મૂળગાથા-શબ્દાર્થ जं करणेणोकड्डिय, उदए दिज्जइ उदीरणा एसा / पगइठिइअणुभाग-प्पएसमूलुत्तरविभागा // 1 // જે વીર્યવિશેષથી ઉદયાવલિકાની બહાર રહેલા દલિકોને ખેંચીને ઉદયસમયમાં અપાય છે એ ઉદીરણા છે. તેના ચાર પ્રકાર છે - પ્રકૃતિઉદીરણા, સ્થિતિઉદીરણા, રસઉદીરણા અને પ્રદેશઉદીરણા. તે દરેકના બે પ્રકાર છે - મૂળ પ્રકૃતિવિષયક અને ઉત્તરપ્રકૃતિવિષયક. (1) मूलपगईसु पंचण्ह, तिहा दोण्हं चउव्विहा होइ / आउस्स साइ अधुवा, दसुत्तरसउत्तरासिंपि // 2 // મૂળપ્રકૃતિમાં પાંચ પ્રકૃતિઓ (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, નામ, ગોત્ર, અંતરાય)ની પ્રકૃતિ ઉદીરણા ત્રણ પ્રકારની (અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે, બે પ્રકૃતિઓ (વેદનીય, મોહનીય)ની પ્રકૃતિઉદીરણા ચાર પ્રકારની (સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે, આયુષ્યની પ્રકૃતિઉદીરણા સાદિ-અધુવ છે. 110 ઉત્તરપ્રકૃતિઓની પ્રકૃતિ ઉદીરણા પણ સાદિ-અધ્રુવ છે. (2) मिच्छत्तस्स चऊद्धा, तिहा य आवरणविग्घचउदसगे। थिरसुभसेयर उवघाय-वज्ज धुवबंधिनामे य // 3 // મિથ્યાત્વમોહનીયની પ્રકૃતિ ઉદીરણા ચાર પ્રકારની (સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4,