________________ 1 06 દર્શન 3 ક્ષપણા અધિકાર છે. અહીં અંતરકરણ થતું નથી. અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી દર્શન 3ના દેશપશમનાકરણ, નિધત્તિકરણ અને નિકાચનાકરણ થતા નથી. હજારો સ્થિતિઘાત પછી દર્શન ૩ની સ્થિતિસત્તા અસંજ્ઞી પંચેન્દ્રિયની સ્થિતિસત્તાની તુલ્ય થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત પછી દર્શન ૩ની સ્થિતિમત્તા ચઉરિન્દ્રિયની સ્થિતિસત્તા તુલ્ય થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત પછી દર્શન ૩ની સ્થિતિસત્તા તેઈન્દ્રિયની સ્થિતિસત્તા તુલ્ય થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત પછી દર્શન 3ની સ્થિતિસત્તા બેઈન્દ્રિયની સ્થિતિસત્તા તુલ્ય થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત પછી દર્શન ૩ની સ્થિતિસત્તા એકેન્દ્રિયની સ્થિતિસત્તા તુલ્ય થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત પછી દર્શન ૩ની સ્થિતિસત્તા પલ્યોપમ પ્રમાણ થાય છે. પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા 40 અને તેની બને ટીકાઓમાં પાના નં. 196 ઉપર કહ્યું છે કે, “દર્શન ૩ની સ્થિતિસત્તા એકેન્દ્રિયની સ્થિતિસત્તા તુલ્ય થયા પછી હજારો સ્થિતિઘાત પછી દર્શન ૩ની સ્થિતિસત્તા પલ્યોપમ પ્રમાણ થાય છે.' ત્યાર પછીના સ્થિતિઘાતમાં પલ્યોપમ પ્રમાણ સ્થિતિસત્તા રાખી શેષ સર્વ સ્થિતિસત્તાનો ઘાત થાય છે. ત્યાર પછીના સ્થિતિઘાતમાં સ્થાપના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિસત્તા રાખી શેષ સંખ્યાતા બહુભાગ પ્રમાણ સ્થિતિસત્તાનો ઘાત થાય છે. આ ક્રમે હજારો સ્થિતિઘાત થાય છે. ત્યાર પછીના સ્થિતિઘાતમાં મિથ્યાત્વમોહનીયની સ્થિતિસત્તાના અસંખ્યબહુભાગોનો ઘાત થાય છે અને સમ્યકત્વમોહનીય-મિશ્રમોહનીયના સંખ્યાતા બહુભાગોનો ઘાત થાય છે. આ ક્રમે હજારો સ્થિતિઘાતો થાય છે. ત્યાર પછી મિથ્યાત્વમોહનીયની સ્થિતિસત્તા 1 આવલિકા જેટલી રહે છે અને સમ્યકૃત્વમોહનીય-મિશ્રમોહનીયની સ્થિતિસત્તા પલ્યોપમ જેટલી રહે છે. સ્થિતિઘાતથી ખાલી થતા મિથ્યાત્વમોહનીયના દલિકો સમ્યક્ત્વમોહનીય-મિશ્રમોહનીયમાં નંખાય છે, મિશ્રમોહનીયના સખ્યાત સંખ્યાત