________________ 186 સ્થિતિબંધ વક્તવ્યતા સ્થિતિ ઓછી હોવાથી તેની સ્થિતિઘાત અલ્પ છે, તેના કરતા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાયનો સ્થિતિઘાત વિશેષાધિક છે, તેના કરતા મોહનીયની સ્થિતિઘાત વિશેષાધિક છે.” હજારો સ્થિતિઘાત પસાર થયા પછી સ્થિતિબંધ સાગરોપમસહસ્રપૃથકત્વ પ્રમાણ થાય છે. ત્યાર પછી અનિવૃત્તિકરણના સંખ્યાતા બહુભાગ પસાર થાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે સ્થિતિબંધ અસંજ્ઞી પંચેન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય થાય છે, એટલે કે નામ-ગોત્રની સ્થિતિબંધ 2000 સાગરોપમ પ્રમાણ થાય છે, જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીયઅંતરાયનો સ્થિતિબંધ 1990 સાગરોપમ પ્રમાણ થાય છે અને મોહનીયની સ્થિતિબંધ 4000 સાગરોપમ પ્રમાણ થાય છે. ત્યાર પછી ઘણા સ્થિતિઘાત પસાર થયા પછી સ્થિતિબંધ ચઉરિન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય થાય છે, એટલે કે નામ-ગોત્રની સ્થિતિબંધ 200 સાગરોપમ પ્રમાણ થાય છે, જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીયઅંતરાયનો સ્થિતિબંધ 199 સાગરોપમ પ્રમાણ થાય છે અને મોહનીયની સ્થિતિબંધ 400 સાગરોપમ પ્રમાણ થાય છે. ત્યાર પછી ઘણા સ્થિતિઘાત પસાર થયા પછી સ્થિતિબંધ તેઈન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય થાય છે, એટલે કે નામ-ગોત્રની સ્થિતિબંધ 100 સાગરોપમ પ્રમાણ થાય છે, જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીયઅંતરાયની સ્થિતિબંધ 150 સાગરોપમ પ્રમાણ થાય છે અને મોહનીયની સ્થિતિબંધ 200 સાગરોપમ પ્રમાણ થાય છે. ત્યાર પછી ઘણા સ્થિતિઘાત પસાર થયા પછી સ્થિતિબંધ બેઈન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય થાય છે, એટલે કે નામ-ગોત્રની સ્થિતિબંધ છે. સાગરોપમ પ્રમાણ થાય છે, જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય 9