________________ દર્શન 3 ક્ષપણા અધિકાર 175 અનંતાનુબંધી ૪ની વિસંયોજના કર્યા પછી કેટલાક જીવો દર્શન ૩નો ક્ષય કરી ક્ષાયિક સમ્યકત્વ પામે છે. તે દર્શન ૩ની ક્ષપણા આ રીતે થાય છે - (6) દર્શન 3 ક્ષપણા અધિકાર 8 વર્ષની ઉપરની વયવાળો, ૧લા સંઘયણવાળો, શુક્લલેશ્યાવાળો, ૪થા ગુણઠાણાથી ૭માં ગુણઠાણા સુધીમાં રહેલો, જિનકાલિક મનુષ્ય દર્શન ૩ની ક્ષપણા કરે છે. જિનકાલિક એટલે કેવળીના કાળમાં રહેલો, એટલે કે સામાન્યથી અવસર્પિણીમાં ત્રીજા આરાના અંતે અને ચોથા આરામાં થયેલો તથા ઉત્સર્પિણીમાં ત્રીજા આરામાં અને ચોથા આરાની શરૂઆતમાં ઉત્પન્ન થયેલો. સત્તાને આશ્રયીને દેવ વગેરે સંહાર કરીને દેવકુરુ વગેરેમાં લઈ ગયા હોય તો ત્યાં ૧લા વગેરે આરામાં પણ દર્શન 3 ની ક્ષપણા કરી ક્ષપકશ્રેણિ માંડે છે. મતાંતર-આગમિક મત મુજબ દુપ્પસહસૂરિજીને ક્ષાયિક સમ્યકત્વ માન્યું છે. દુપ્પસહસૂરિજી પાંચમાં આરાને અંતે થનારા છે. અહીં પણ પૂર્વભૂમિકા અને ત્રણ કરણ પૂર્વે કહ્યા મુજબ કરે છે. અપૂર્વકરણમાં પ્રથમ સમયથી ઉદલનાયુક્ત ગુણસંક્રમથી મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયના દલિકો સમ્યકત્વમોહનીયમાં નાંખે છે. ઉદ્વલના સંક્રમમાં અપૂર્વકરણના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સ્થિતિખંડ વિશેષહીન હોય છે. અપૂર્વકરણના પ્રથમ સમયની સ્થિતિસત્તા કરતા તેના ચરમ સમયની સ્થિતિસત્તા સંખ્યામાં ભાગની છે. અપૂર્વકરણના પ્રથમ સમયના સ્થિતિબંધ કરતા તેના ચરમ સમયની સ્થિતિબંધ સંખ્યામાં ભાગનો છે. અનિવૃત્તિકરણમાં પણ સ્થિતિઘાત વગેરે પહેલાની જેમ થાય