________________ અનંતાનુબંધી 4 ઉપશમના અધિકાર 1 73 (5) અનંતાનુબંધી 4 ઉપશમના અધિકાર ૪થા ગુણઠાણાથી માંડીને ૭મા ગુણઠાણા સુધીના જીવો અનંતાનુબંધી ૪ની ઉપશમના કરે છે. તેઓ પૂર્વે કહ્યા મુજબ પૂર્વભૂમિકા, યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ કરે છે. અપૂર્વકરણમાં ગુણસંક્રમ થાય છે. અપૂર્વકરણમાં અંતર્મુહૂર્ત ઉપરની સ્થિતિમાંથી દલિકો લઈ ઉદયાવલિકા ઉપર પ્રતિસમય અસંખ્યગુણવૃદ્ધ ગુણશ્રેણિ કરે છે. અનિવૃત્તિકરણના સંખ્યાતા બહુભાગ પસાર થાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે અનંતાનુબંધી ની નીચે 1 આવલિકા છોડી નવા સ્થિતિબંધના કાળ સમાન અંતર્મુહૂર્તમાં અંતર્મુહૂર્તપ્રમાણ અંતરકરણ કરે છે. અંતરકરણના દલિકો ખાલી કરીને બંધાતી પરપ્રકૃતિમાં નાંખે છે. પ્રથમ સ્થિતિના આવલિકા માત્ર દલિકો વેદ્યમાન પરપ્રકૃતિમાં તિબુકસંક્રમથી સંક્રમાવે છે. અંતરકરણ કર્યા પછી બીજા સમયથી બીજીસ્થિતિમાં રહેલ અનંતાનુબંધી ૪ના દલિકો ઉપશમાવે છે. પ્રથમ સમયે થોડા દલિકોને ઉપશમાવે છે. બીજા સમયે અસંખ્ય ગુણ દલિતોને ઉપશમાવે છે. એમ અંતર્મુહૂર્ત સુધી ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ દલિકોને ઉપશમાવે છે. પ્રથમસ્થિતિ 1 આવલિકા પ્રમાણ છે અને બીજીસ્થિતિના દલિકોની ઉપશમના અંતર્મુહૂર્ત સુધી થાય છે. એટલે પ્રથમસ્થિતિ પૂર્ણ થયા પછી પણ બીજીસ્થિતિના દલિકોની ઉપશમના ચાલુ હોય છે. અંતર્મુહૂર્ત પછી અનંતાનુબંધી 4 સર્વથા ઉપશાંત થઈ જાય છે, એટલે કે તે સંક્રમકરણ, ઉદય, ઉદીરણાકરણ, નિધત્તિકરણ, નિકાચનાકરણને અયોગ્ય થઈ જાય છે. અનંતાનુબંધી 4 સર્વથા ઉપશાંત થાય ત્યારે અનિવૃત્તિકરણ સમાપ્ત થાય એમ સંભવે છે.