________________ 1 72 અનંતાનુબંધી 4 વિસંયોજના અધિકાર કહ્યું છે છે કે, “અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં ગુણસંક્રમ વડે અનંતાનુબંધી કષાયોનો નાશ કરે છે.” પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા ૩પની મલયગિરિ મહારાજ કૃત ટીકામાં પાના નં. 170 ઉપર કહ્યું છે કે, “અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં ઉઠ્ઠલનાનુવિદ્ધ ગુણસંક્રમ વડે અનંતાનુબંધી કષાયોનો નાશ કરે છે.' અનિવૃત્તિકરણમાં અનંતાનુબંધી ૪ના નીચે ન આવલિકા પ્રમાણ દલિકો રાખી શેષ સર્વ દલિકોનો ઉઠ્ઠલનાયુક્ત ગુણસંક્રમ વડે વિનાશ કરે છે. તે 1 આવલિકાનું દલિક પણ સ્તિબુકસંક્રમ વડે વેદ્યમાન પરપ્રકૃતિમાં સંક્રમાવે છે. અહીં અંતરકરણ થતું નથી. આમ અનંતાનુબંધી ૪ની વિસંયોજના થાય એટલે જીવ મોહનીયની ૨૪ની સત્તાવાળો થાય. અનિવૃત્તિકરણ પછી અંતર્મુહૂર્ત સુધી શેષ કર્મોના સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ થાય છે. ત્યાર પછી તે થતા નથી પણ જીવ સ્વભાવસ્થ બને છે. અનંતાનુબંધી 4 વિસંયોજના +--- અનિવૃત્તિકરણ ---- (અંતર્મુહૂર્ત) યથાવિશુદ્ધિ | પ્રવૃત્ત(અંત- કરણ મુહૂર્ત) | (અંત અપૂર્વ કરણ (અંતમુહૂર્ત) આવ-અનંતાનુબંધીનો ક્ષય લિકા | મુહૂર્ત) , કેટલાક આચાર્યો એમ માને છે કે અનંતાનુબંધી ૪ની ઉપશમના કરીને પણ ઉપશમશ્રેણિ માંડી શકાય છે. તેમના મતે અનંતાનુબંધી ની ઉપશમના આ રીતે થાય છે -