________________ 18 2 ચારિત્રમોહનીય ઉપશમના અધિકાર દર્શન ૩ની ઉપશમના કરીને સંક્લેશ-વિશુદ્ધિના કારણે જીવ હજારો વાર દઢા-૭માં ગુણઠાણે પરાવૃત્તિ કરે છે. ત્યાર પછી ચારિત્રમોહનીયની ઉપશમના કરે છે. તે આ પ્રમાણે - (8) ચારિત્રમોહનીય ઉપશમના અધિકાર ઔપથમિક સમ્યગ્દષ્ટિ કે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહનીયની ઉપશમના કરે છે. તે પૂર્વે કહ્યા મુજબ પૂર્વભૂમિકા અને ત્રણ કરો કરે છે. યથાપ્રવૃત્તકરણ ૭મા ગુણઠાણે થાય છે, અપૂર્વકરણ ૮મા ગુણઠાણે થાય છે, અનિવૃત્તિકરણ ૯મા ગુણઠાણે થાય છે. અપૂર્વકરણમાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, નવો સ્થિતિબંધ અને બધી અવધ્યમાન અશુભપ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે. અપૂર્વકરણનો સંખ્યાતમો ભાગ ગયે છતે નિદ્રા રનો બંધવિચ્છેદ થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાતો પસાર થયા પછી, એટલે કે અપૂર્વકરણના સંખ્યાતા બહુભાગ પસાર થાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે દેવ 2, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય ર, આહારક 2, તેજસ શરીર, કામણ શરીર, ૧લુ સંસ્થાન, વર્ણાદિ 4, સુખગતિ, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, નિર્માણ, જિન, ત્રસ 4, સ્થિર 5 = 30 પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય છે. ત્યાર પછી ઘણા સ્થિતિઘાત પસાર થયા પછી અપૂર્વકરણના ચરમ સમયે હાસ્ય ૪નો બંધવિચ્છેદ થાય છે, હાસ્ય દનો ઉદયવિચ્છેદ થાય છે અને બધા કર્મોના દેશોપશમનાકરણનિધત્તિકરણ-નિકાચનાકરણનો વિચ્છેદ થાય છે. ત્યાર પછી અનિવૃત્તિકરણ શરૂ થાય છે. અનિવૃત્તિકરણના પ્રથમ સમયે આયુષ્ય સિવાયના 7 કર્મોની સ્થિતિસત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ છે અને સ્થિતિબંધ