________________ 180 દર્શન 3 ઉપશમના અધિકાર લાયોપથમિક સમ્યગ્દષ્ટિ જો ઉપશમશ્રેણિ માંડે તો પહેલા દર્શન ૩ની ઉપશમના કરે. તે આ પ્રમાણે - (7) દર્શન 3 ઉપશમના અધિકાર અનંતાનુબંધી ની વિસંયોજના કરીને ૬ઢા-૭માં ગુણઠાણે રહેલો જીવ દર્શન ૩ની ઉપશમના કરે છે. તેમાં પૂર્વે કહ્યા મુજબ પૂર્વભૂમિકા અને ત્રણ કરણી કરે છે. અંતરકરણ કરતી વખતે મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયની પ્રથમ સ્થિતિ 1 આવલિકા જેટલી રાખે, સમ્યકત્વમોહનીયની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત જેટલી રાખે. દર્શન ૩ના અંતરકરણના દલિકો સમ્યકત્વમોહનીયની પ્રથમસ્થિતિમાં નાંખે છે. અંતરકરણ કર્યા પછી મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયની પ્રથમસ્થિતિની 1 આવલિકાના દલિકો સ્તિબુકસંક્રમથી સમ્યકત્વમોહનીયમાં સંક્રમાવે છે. સમ્યકત્વમોહનીયની પ્રથમ સ્થિતિના દલિકો ઉદય દ્વારા ભોગવે છે. અંતરકરણ કર્યા પછી પહેલા સમયથી બીજી સ્થિતિમાં રહેલ દર્શન ૩ના દલિકોને પ્રતિસમય અસંખ્યગુણાકારે ઉપશમાવે છે. સમ્યકૃત્વમોહનીયની પ્રથમસ્થિતિ ભોગવાઈ જતા અંતરકરણના પ્રથમસમયે બીજી સ્થિતિમાં રહેલ દર્શન ૩ના બધા દલિકો ઉપશાંત થઈ ગયા હોય છે. તેથી ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. અંતરકરણના પ્રથમ સમયથી અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયના દલિકો ગુણસંક્રમથી સમ્યક્ત્વમોહનીયમાં સંક્રમાવે છે. ત્યાર પછી તેમનો વિધ્યાસક્રમ થાય છે.