________________ 1 78 દર્શન 3 ક્ષપણા અધિકાર દલિકો સમ્યકત્વમોહનીયમાં નંખાય છે અને સમ્યકત્વમોહનીયના દલિકો સ્વસ્થાનમાં નીચેની સ્થિતિમાં નંખાય છે. મિથ્યાત્વમોહનીયના 1 આવલિકાના દલિકો સ્ટિબુકસંક્રમથી સમ્યકત્વમોહનીયમાં નંખાય છે. આમ મિથ્યાત્વમોહનીયનો ક્ષય થાય છે. મિથ્યાત્વમોહનીયની સ્થિતિસત્તા ન આવલિકા પ્રમાણ થયા પછીના સ્થિતિઘાતમાં સમ્યક્ત્વમોહનીય-મિશ્રમોહનીયની સ્થિતિસત્તાના અસંખ્ય બહુભાગોનો ઘાત થાય છે અને એક અસંખ્યાતમો ભાગ રહે છે. પછીના સ્થિતિઘાતમાં તે અસંખ્યાતમા ભાગના અસંખ્ય બહુભાગોનો ઘાત થાય છે અને એક અસંખ્યાતમો ભાગ રહે છે. આમ કેટલાક સ્થિતિઘાત બાદ મિશ્રમોહનીયની સ્થિતિસત્તા 1 આવલિકા માત્ર રહે છે અને સમ્યત્વમોહનીયની સ્થિતિસત્તા 8 વર્ષ પ્રમાણ રહે છે. તે વખતે બધા વિદનો દૂર થવાથી નિશ્ચયનયના મતે દર્શનમોહનીયક્ષપક કહેવાય છે. મિશ્રમોહનીયના 1 આવલિકાના દલિકો સ્તિબુકસંક્રમથી સમ્યકત્વમોહનીયમાં નંખાય છે. આમ મિશ્રમોહનીયનો ક્ષય થાય છે. સમ્યકત્વમોહનીયની સ્થિતિસત્તા 8 વર્ષ પ્રમાણ થાય ત્યારથી તેના અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિખંડોનો ઘાત થાય છે. તેમનાં દલિકો ઉદયસમયથી ગુણશ્રેણિશીર્ષ સુધી અસંખ્યગુણાકારે નંખાય છે. ત્યાર પછી ચરમસ્થિતિ સુધી વિશેષહીન-વિશેષહીન દલિકો નંખાય છે. આમ દ્વિચરમ સ્થિતિખંડ સુધી અંતર્મુહૂર્ત પ્રમાણવાળા અને પૂર્વ પૂર્વ સ્થિતિખંડથી ઉત્તરોત્તર અસંખ્ય ગુણ પ્રમાણવાળા અનેક સ્થિતિખંડોનો ઘાત થાય છે અને તેમના દલિકો ઉપર કહ્યા પ્રમાણે નાંખે છે. દિચરમ સ્થિતિખંડ કરતા ચરમ સ્થિતિખંડ સંખ્યાતગુણ છે. તેમાં ગુણશ્રેણિનો સંખ્યાતમો ભાગ અને તેની ઉપરની સંખ્યાતગુણ સ્થિતિઓ ખાલી થાય છે. તે દલિતો ઉદયસમયથી નવા ગુણશ્રેણિશીર્ષ સુધી પ્રતિસમય અસંખ્યગુણાકારે નંખાય છે.