________________ 1 71 અનંતાનુબંધી 4 વિસંયોજના અધિકાર ચારિત્રમોહનીયની ઉપશમના કરનારો સર્વપ્રથમ અવશ્ય અનંતાનુબંધી ની વિસંયોજના કરે છે. તે આ પ્રમાણે - (4) અનંતાનુબંધી 4 વિસંયોજના અધિકાર સર્વ પર્યાપ્તિઓથી પર્યાપ્ત, ચારે ગતિના ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ, શ્રેણિ માંડનારા કે નહીં માંડનારા જીવો અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરે છે. અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરનાર દેવ કે નારકી હોય તો તે અવિરત સમ્યગ્દષ્ટિ હોય, તિર્યંચ હોય તો અવિરત સમ્યગ્દષ્ટિ કે દેશવિરત હોય અને મનુષ્ય હોય તો અવિરત સમ્યગ્દષ્ટિ કે દેશવિરત કે સર્વવિરત હોય. અહીં પણ જીવ પૂર્વે કહ્યા મુજબ પૂર્વભૂમિકા અને ત્રણ કરણ કરે છે. અપૂર્વકરણના પ્રથમસમયથી અનંતાનુબંધી ૪નો ગુણસંક્રમ પણ થાય છે. પ્રથમ સમયે પરપ્રકૃતિમાં થોડા દલિકો સંક્રમાવે છે. બીજા સમયે પરપ્રકૃતિમાં અસંખ્ય ગુણ દલિકો સંક્રમાવે છે. એમ અપૂર્વકરણના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે પરપ્રકૃતિમાં અસંખ્યગુણ દલિકો સંક્રમાવે છે. આ ગુણસંક્રમ ઉઠ્ઠલનાસંક્રમથી યુક્ત હોય છે. આમ ઉદ્ધવનાસંક્રમથી યુક્ત ગુણસંક્રમ વડે અપૂર્વકરણમાં અનંતાનુબંધી ૪ના દલિકો પરપ્રકૃતિમાં સંક્રમાવી અનંતાનુબંધી ૪નો વિનાશ કરે છે. આ વાત કર્યપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૩૧ની ઉપા. યશોવિજયજી મહારાજ કૃત ટીકામાં પાના નં. 24 ઉપર કહી છે. કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૩૧ની મલયગિરિ મહારાજકૃત ટીકામાં પાના નં. 24 ઉપર કહ્યું છે કે, “અપૂર્વકરણમાં પ્રથમસમયથી અનંતાનુબંધી નો ગુણસંક્રમ થાય છે. અનિવૃત્તિકરણમાં ઉત્કલનાસંક્રમ પણ શરૂ થાય છે અને અનંતાનુબંધી નો સંપૂર્ણ નાશ થાય છે.” પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા ૩૫ની સ્વોપજ્ઞ ટીકામાં પાના નં. 169 ઉપર