________________ 1 6 9 દેશવિરતિલામ-સર્વવિરતિલાભ પ્રરૂપણા અધિકાર જે સંવાસ અનુમતિનો પણ ત્યાગ કરે છે તે સર્વવિરત છે. દેશવિરતિલાભમાં અને સર્વવિરતિલાભમાં યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ થાય છે, અનિવૃત્તિકરણ થતું નથી. તે આ રીતે - કરણકાળની પૂર્વે પણ જીવ અંતર્મુહૂર્ત સુધી પ્રતિસમય અનંતગુણવિશુદ્ધિવાળો હોય છે. તે સત્તામાં રહેલા અશુભકર્મોનો રસ 2 ઠાણિયો કરે છે. આ બધી પૂર્વભૂમિકા જે પ્રથમ ઉપશમસમ્યકત્વપ્રાપ્તિ વખતે કહી હતી તે અહીં પણ તે જ પ્રમાણે સમજવી. યથાપ્રવૃત્તકરણ પણ પૂર્વે કહ્યા મુજબ થાય છે. અપૂર્વકરણ પણ પૂર્વે કહ્યા મુજબ થાય છે. અહીં ગુણશ્રેણિ થતી નથી. અપૂર્વકરણનો કાળ પૂર્ણ થતા પછીના સમયે અવશ્ય દેશવિરતિ કે સર્વવિરતિ પામે. જો અવિરત આ બે કરણો કરે તો દેશવિરતિ કે સર્વવિરતિ પામે. જો દેશવિરત આ બે કરણો કરે તો સર્વવિરતિ પામે. દેશવિરતિ કે સર્વવિરતિ પામ્યા પછી જ્યાં સુધી દેશવિરતિ કે સર્વવિરતિ પાળે ત્યાં સુધી ઉદયાવલિકાની ઉપર અંતર્મુહૂર્ત પ્રમાણવાળી અને પ્રતિસમય અસંખ્યગુણવૃદ્ધ દલિકવાળી ગુણશ્રેણિ રચે છે. જેમ જેમ અનુભવ દ્વારા નીચેથી 1-1 સમયનો ક્ષય થાય છે તેમ તેમ ઉપર ઉપર ગુણશ્રેણિની રચનામાં 1-1 સમય વધતો જાય છે. એટલે કે ગુણશ્રેણિની લંબાઈ એ જ રહે છે, પણ ગુણશ્રેણિશીર્ષ બદલાતું જાય છે. દેશવિરતિલાભ અને સર્વવિરતિલાભ પછી અંતર્મુહૂર્ત સુધી જીવ અવશ્ય વર્ધમાન પરિણામવાળો હોય છે. તે અસંખ્યસમયપ્રબદ્ધ દલિકોને ઉકેરીને ગુણશ્રેણિ રચે છે. ત્યાર પછી કોઈ વર્ધમાન