________________ 168 16 8 દેશવિરતિલાભ-સર્વવિરતિલાભ પ્રરૂપણા અધિકાર ભાંગા વ્રતોને જાણે વ્રતોને સ્વીકારે વ્રતોને પાળે કયા જીવો ? સંવિગ્નપાક્ષિક વ્રતધારી પહેલા ચાર ભાંગામાં સમ્યજ્ઞાન નથી. પાંચમા-છઠ્ઠા ભાંગામાં સમ્યક્રસ્વીકાર નથી. સાતમા ભાંગામાં સમ્યપાલન નથી. તેથી પહેલા ભાંગાથી સાતમા ભાંગા સુધીના ભાંગા અવિરતને હોય. આઠમો ભાંગો દેશવિરતને કે સર્વવિરતને હોય. દેશવિરત જઘન્યથી 1 વ્રતવાળો હોય, મધ્યમથી 2-3 વગેરે વ્રતોવાળો હોય અને ઉત્કૃષ્ટથી સંવાસ અનુમતિ માત્રને સેવનારો અને શેષ બધા પાપોના પચ્ચખાણ કરનારો હોય. અનુમતિ ત્રણ પ્રકારે છે - (1) પ્રતિસેવન અનુમતિ - જે પોતે કે બીજાએ કરેલા પાપની પ્રશંસા કરે અને સાવદ્ય આરંભથી યુક્ત અશન વગેરે વાપરે તેને પ્રતિસેવન અનુમતિ હોય છે. પ્રતિશ્રવણ અનુમતિ :- જે પુત્ર વગેરેએ કરેલા પાપને સાંભળે અને સાંભળીને અનુમોદના કરે, પણ અટકાવે નહીં તેને પ્રતિશ્રવણ અનુમતિ હોય છે. (3) સંવાસ અનુમતિ :- જે પુત્ર વગેરેએ કરેલા પાપને સાંભળે પણ નહીં અને અનુમોદે પણ નહીં, માત્ર તેમની ઉપર મમત્વ રાખે તેને સંવાસ અનુમતિ હોય છે. (ર)