________________ 166 સમય સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણઠાણે આવવું મિથ્યાત્વમોહનીયનું ગુણસંક્રમથી સંક્રમિતુ દલિક સંક્રમ, દલિક ૧લો | સમ્યકત્વમોહનીયમાં અલ્પ તેના કરતા મિશ્રમોહનીયમાં અસંખ્ય ગુણ તેના કરતા સમ્યકત્વમોહનીયમાં અસંખ્ય ગુણ તેના કરતા મિશ્રમોહનીયમાં અસંખ્યગુણ તેના કરતા સમ્યકત્વમોહનીયમાં અસંખ્ય ગુણ તેના કરતા મિશ્રમોહનીયમાં અસંખ્યગુણ તેના કરતા સમ્યકત્વમોહનીયમાં અસંખ્ય ગુણ તેના કરતા મિશ્રમોહનીયમાં અસંખ્યગુણ એમ અંતર્મુહૂર્ત સુધી જાણવું. ઔપથમિક સમ્યકત્વનો જઘન્યથી 1 સમય અને ઉત્કૃષ્ટથી 6 આવલિકા કાળ બાકી હોય ત્યારે કોઈક જીવને અનંતાનુબંધી કષાયનો ઉદય થાય. ત્યારે મિથ્યાત્વમોહનીયનો ઉદય થયો હતો નથી. આવો જીવ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણઠાણે આવે છે. ત્યાં તે જઘન્યથી 1 સમય અને ઉત્કૃષ્ટથી 6 આવલિકા સુધી રહે છે. ત્યાર પછી તેને અવશ્ય મિથ્યાત્વમોહનીયનો ઉદય થાય છે અને તે ૧લા ગુણઠાણે આવે છે. સમ્યગ્દષ્ટિ જીવ ઉપદિષ્ટ પ્રવચનની અવશ્ય શ્રદ્ધા કરે. ક્યારેક અજ્ઞાનથી અથવા તેવા પ્રકારના સમ્યજ્ઞાન વિનાના કે મિથ્યાષ્ટિ એવા ગુરુની આજ્ઞાને પરાધીન હોવાથી અસંભૂત (ખોટા) પ્રવચનની પણ શ્રદ્ધા કરે.