________________ 1 70 દેશવિરતિલાભ-સર્વવિરતિલાભ પ્રરૂપણા અધિકારી પરિણામવાળો હોય, કોઈ અવસ્થિત પરિણામવાળી હોય અને કોઈ હીયમાન પરિણામવાળો હોય. જો અવસ્થિત પરિણામવાળો કે હીયમાન પરિણામવાળો હોય તો સ્થિતિઘાત-રસઘાત ન કરે. જો વર્ધમાન પરિણામવાળો હોય તો પરિણામને અનુસાર અસંખ્યાતભાગવૃદ્ધ, સંખ્યાતભાગવૃદ્ધ, સંખ્યાતગુણવૃદ્ધ કે અસંખ્યગુણવૃદ્ધ દલિકોની ગુણશ્રેણિ કરે. આ વાત ઉકેરાતા દલિકોને આશ્રયીને સમજવી. એટલે કે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે વિશુદ્ધિ કે સંક્લેશના આધારે ચારે પ્રકારની વૃદ્ધિવાળા કે હાનિવાળા દલિકો ગ્રહણ કરે. પરંતુ નિક્ષેપનો ક્રમ તો ઉદયાવલિકાની ઉપરના ગુણશ્રેણિઆયામમાં (ગુણશ્રેણિની લંબાઈમાં) અસંખ્યગુણના ક્રમે હોય છે. આ પ્રમાણે દેશવિરતિ ગુણસ્થાનકના ચરમ સમય સુધી જાણવું. પ્રથમઉપશમસમ્યક્ત્વપ્રાપ્તિની ગુણશ્રેણિ કરતા દેશવિરતિની ગુણશ્રેણિ લંબાઈને આશ્રયી સંખ્યાતગુણહીન છે અને દલિકોને આશ્રયી અસંખ્ય ગુણ છે. દેશવિરતિની ગુણશ્રેણી કરતા સર્વવિરતિની ગુણશ્રેણિ લંબાઈને આશ્રયી સંખ્યાતગુણહીન છે અને દલિકને આશ્રયી અસંખ્યગુણ છે. અનાભોગથી પરિણામ ઘટવાથી જેઓ દેશવિરતિથી પડીને અવિરત થાય કે સર્વવિરતિથી પડીને દેશવિરત કે અવિરત થાય તેઓ પરિણામવશ ફરીથી તે જ દેશવિરતિ કે સર્વવિરતિ અંતર્મુહૂર્તમાં પામે તો કરણ કર્યા વિના જ પામે, અંતર્મુહૂર્ત પછી પામે તો અવશ્ય કરણ કરવા જ પડે. જેઓ આભોગથી દેશવિરતિથી કે સર્વવિરતિથી પડે અને આભોગથી જ મિથ્યાત્વ પામે તેઓ અવશ્ય કરણ કરીને જ જઘન્યથી અંતર્મુહૂર્ત પછી અને ઉત્કૃષ્ટથી ઘણા કાળ પછી દેશવિરતિ કે સર્વવિરતિ પામે.