________________ 164 ત્રિપુંજીકરણ રસવાળા છે. તે સમ્યત્વમોહનીય કહેવાય છે. તેનો રસ દેશઘાતી છે. અર્ધશુદ્ધ દલિકો મધ્યમ ર ઠાણિયા રસવાળા છે. તે મિશ્રમોહનીય કહેવાય છે. તેનો રસ સર્વઘાતી છે. અવિશુદ્ધ દલિકો તીવ્ર 2 હાણિયા રસવાળા, 3 ઠાણિયા રસવાળા અને 4 ઠાણિયા રસવાળા છે. તે મિથ્યાત્વમોહનીય કહેવાય છે. તેનો રસ સર્વઘાતી છે. આમ ત્રણ પુંજ કરવાથી પતંગ્રહ મળવાથી સમ્યકત્વના પહેલા સમયથી મિથ્યાત્વમોહનીયનો ગુણસંક્રમ થઈ શકે છે. ઔપથમિક સમ્યક્ત્વ પ્રાપ્તિના પ્રથમ સમયથી મિથ્યાત્વમોહનીયનું દલિક ગુણસંક્રમથી સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયમાં સંક્રમાવે છે. તે આ રીતે - પ્રથમસમયે સમ્યક્ત્વમોહનીયમાં અલ્પ દલિકો નાંખે છે. તેના કરતા પ્રથમ સમયે મિશ્રમોહનીયમાં અસંખ્યગુણ દલિકો નાંખે છે. તેના કરતા બીજા સમયે સમ્યક્ત્વમોહનીયમાં અસંખ્યગુણ દલિકો નાંખે છે. તેના કરતા બીજા સમયે મિશ્રમોહનીયમાં અસંખ્યગુણ દલિકો નાંખે છે. એમ અંતર્મુહૂર્ત સુધી દરેક સમયે આ પ્રમાણે જાણવું. ત્યાર પછી વિધ્યાસક્રમ થાય છે. જયાં સુધી ગુણસંક્રમ થાય ત્યાં સુધી આયુષ્ય સિવાયના સાત કર્મોના સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ થાય છે. ગુણસંક્રમની નિવૃત્તિ સાથે તે કર્મોના સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિની પણ નિવૃત્તિ થાય છે. અંતરકરણમાં પ્રવેશેલો જીવ પહેલા સમયથી અંતર્મુહૂર્ત સુધી પથમિક સમ્યકત્વ અનુભવે છે. ઔપશમિક સમ્યકત્વની સાધિક આવલિકા બાકી હોય ત્યારે બીજી સ્થિતિમાં રહેલા સમ્યકત્વ