________________ જઘન્ય પ્રદેશઉદીરણાના સ્વામી 107 12. અપર્યાપ્ત :- સર્વસંક્લિષ્ટ અપર્યાપ્ત મનુષ્ય ચરમ સમયે આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. 13. બેઈન્દ્રિયજાતિ :- સર્વસંક્લિષ્ટ બેઈન્દ્રિય જીવ બેઈન્દ્રિયજાતિની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે.” 14. તેઈન્દ્રિયજાતિ :- સર્વસંક્લિષ્ટ તેઈન્દ્રિય જીવ તેઈન્દ્રિયજાતિની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. 15. ચઉરિન્દ્રિયજાતિ :- સર્વસંક્લિષ્ટ ચઉરિન્દ્રિય જીવ ચઉરિન્દ્રિય જાતિની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. 16. જિનનામકર્મ :- તીર્થકર કેવળી આયોજિકાકરણ ન કરે ત્યાં સુધી જિનનામકર્મની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. 17. નરકાયુષ્ય :- 10,000 વર્ષના આયુષ્યવાળો નારકી નરકાયુષ્યની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. અન્ય નારકીઓની અપેક્ષાએ જઘન્ય સ્થિતિવાળો નારકી વધુ સુખી હોય છે. સુખી જીવોને આયુષ્યની પ્રદેશઉદીરણા અલ્પ થાય છે. 18. તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય, દેવાયુષ્ય = 3:- ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પરમ સુખી તિર્યંચો, મનુષ્યો અને દેવો તે તે આયુષ્યની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. સુખી જીવોને આયુષ્યની પ્રદેશઉદીરણા અલ્પ થાય છે. તેથી અહીં સુખી જીવો લીધા. કર્મપ્રકૃતિના ઉદીરણાકરણનો પદાર્થસંગ્રહ સમાપ્ત A. પંચસંગ્રહ ઉદીરણાકરણ ગાથા ૮૯ની મલયગિરિ મહારાજ કૃત ટીકામાં પાના નં. 154 ઉપર કહ્યું છે કે “સર્વસંક્લિષ્ટ વિકલેન્દ્રિય જીવો ભવના ચરમ સમયે તે તે જાતિની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે.' પંચસંગ્રહ ઉદીરણાકરણ ગાથા ૮૯ની સ્વોપજ્ઞ ટીકામાં પાના નં. 153 ઉપર કહ્યું છે કે, “સર્વસંક્લિષ્ટ જઘન્યસ્થિતિવાળા વિકલેન્દ્રિય જીવો ભવના ચરમ સમયે તે તે જાતિની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે.